________________
રપ૧
ચૌદ ગુણસ્થાનક ભાdI-૨
હવે બીજા ઉદાહરણ તરફ નજર કરીએ.
ધારો કે-એક પર્વત છે અને તેમાંથી જળની ધારા વહે છે. તો પછી આ પર્વતની નીચે રહેલો કોઇક પાષાણ આ જળના પ્રવાહમાં તણાઇ-આમ-તેમ અથડાઇ ઘસાતો ઘસાતો પોતાની મેળે ગોળ અને સુંવાળો બની જાય, એમ કહેવામાં કોઇ પ્રમાણની જરૂરત નથી. પ્રસ્તુતમાં જીવ તે પાષાણરૂપ છે અને ચતુર્ગતિરૂપ સંસાર તે જળનો પ્રવાહ છે.તેમાં તણાતો જીવરૂપી પાષાણ અકામનિર્જરારૂપ ઘર્ષણ વડે ધર્મપ્રવૃત્તિ રૂપ યોગ્ય ઘાટમાં આવે યથાયોગ્ય સંયોગો મળતાં કષાયમંદતાના યોગે અમુક કર્મjજનું આપોઆપ શટન-પટન થતાં જીવ કંઇક હલકો થાય, એ દેખીતી વાત છે.
આ બે ઉદાહરણો ઉપરથી સમજી શકાય છે કે-જીવ પણ દીર્ધ સ્થિતિવાળાં કર્મોને ખપાવતો જતો, ખેરવતો જતો અને અલ્પ સ્થિતિવાળાં નવીન કર્મ બાંધતો જતો, કાલાન્તરે અનાભોગરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે અલ્પ અલ્પ સ્થિતિવાળાં કર્મવાળો થાય : અર્થાત્ જરૂરજ તેનાં કર્મોનું સ્થિતિ બળ ઘટે.
આ ઉપરથી જોઇ શકાય છે કે-યથાપ્રવૃત્તિકરણ એ આત્માનો અનાભોગ-બુદ્ધિપૂર્વક વિનાનો પરિણામ છે : અર્થાત્ જીવ પહેલાં જેમ અતિશય દીર્ધ સ્થિતિવાળા કર્મો બાંધેતો હતો, તેને બદલે હવે અલ્પ સ્થિતિવાળા કર્મ બાંધે તેમાં આ પરિણામ કારણરૂપ છે. પરંતુ આવો પરિણામ તો અભવ્યોને અર્થાત જેઓમાં મુક્તિએ જવાની યોગ્યતા નથી તેઓને પણ ઉત્પન્ન થાય છે. એથી એદ્રષ્ટિએ આ મહત્ત્વનો નથી, તો પણ આત્મોન્નતિના માર્ગ તરફ પ્રયાણ કરનારાઓ માટે એ પહેલું સ્ટેશન છે. જેને પોતાના આત્માનું હિત સાધવું હોય, મુક્તિપુરીમાં જવાની જેને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઇ હોય, તેને તો અહીંઆ સુધીની ટીકીટ કઢાવવી જ જોઇએ,તેમજ આ સ્ટેશન સુધીની મુસાફ્રી પણ કરવી