________________
૨૫૦. - -
-
-
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આપણે જોઇ ગયા તેમ એકંદરે કરણો ત્રણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તેમાં “કરણ' શબ્દનો અર્થ પરિણામ-અધ્યવસાય છે. “યથાપ્રવૃત્તિકરણ' એટલે સાધારણ રીતે ઉપયોગ વગર ઉત્પન્ન થનારો પરિણામ, “અપૂર્વકરણ” એટલે પૂર્વે નહિ અનુભવેલો એવો પરિણામ અને “અનિવૃત્તિકરણ” એટલે સમ્યક્ત્વ (સમ્યગદર્શન) ઉત્પન્ન કર્યા વિના નહિ ચાલ્યો જનારો પરિણામ. આ પ્રમાણેની ત્રણ કરણોની સ્થૂલ રૂપરેખા છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ દ્રષ્ટિપાત કરીએ. તેમાં પ્રથમ તો આ ત્રણે કરણોમાં પ્રથમ ભાગ ભજવનારા યથાપ્રવૃત્તિકરણ તરફ નજર કરીએ. યથાપ્રવૃત્તિક્રણઃ
યથાપ્રવૃત્તિ એટલે આત્માની અનાદિકાળથી કર્મ ખપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવી ને તેવી પ્રવૃત્તિ. જો કે-આત્માની અનાદિની ચાલ કાયમ છે, પરંતુ કારણ-પરિપાકને લઇને મિથ્યાત્વની મંદતા થાય છે-કર્મોનું સ્થિતિબળ ઘટે છે. અહીં કોઇને શંકા થાય છે કે આ વાત કેમ સંભવી શકે? તો તેના સમાધાનાર્થે નીચેના બે ઉદાહરણો વિચારવામાં આવે છે. - ધારો કે-આપણી પાસે એક ધાન્યનો ભંડાર છે. એમાંથી દરરોજ જેટલું ધાન્ય બહાર કાઢવામાં આવે તેનાથી ઓછું -ન્યૂના પ્રમાણમાંજ તેમાં ધાન્ય નાંખવામાં આવે, તો શું કાલાન્તરે અમુક કાળ વિત્યા બાદ તે ભંડાર અલ્પ ધાન્યવાળો નહીં થઇ જાય ? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મપ્રદેશ એ કર્મરૂપ ધાન્યને ભરવાનો ભંડાર છે. અકામનિર્જરા દ્વારા અનાભોગે. આમાંથી ઘણાં કર્મોની નિર્જરા થાય અને સાથે સાથે અલ્પકર્મ બંધાતા જાય, તો પછી કર્મરૂપ ધાન્ય ઘટે એ શું સ્વાભાવિક નથી 2. અર્થાત્ સ્વાભાવિક છે.