________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૪૯ આત્માનો ઉદ્ધાર કરવામાં અગ્રભાગ ભજવનારા સમ્યગ્રદર્શનને પ્રાપ્ત કરવાનું સાધન તો કર્મોના સ્થિતિબળનો ઘટાડો થવો જોઇએ એ છે. તો હવે કયા કર્મનો કેટલો ઘટાડો થવો જોઇએ અને તે પણ શાથી થાય છે તે વિચારવું બાકી રહે છે. આના સમાધાનમાં સમજવું કે
એક આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મોની સ્થિતિ કિંચિત ન્યૂન એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહેવી જોઇએ. આમાં આત્માનો પરિણામવિશેષ, કે જેને “યથાપ્રવૃત્તિકરણ' ના નામથી ઓળખાવવામાં આવે છે તે કારણભૂત છે. અન્ય શબ્દમાં કહીએ તો ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કર્મોની સ્થિતિ ઘટીને છેવટે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહે, તેમજ વીસ કોટાકોટિ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નામ અને ગોત્રકર્મની સ્થિતિ પણ આખરે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહે ઃ અર્થાત્ જ્ઞાનાવરણાદિક કર્મના જેટલી જ રહે અને સીત્તેર કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા મોહનીયકર્મની સ્થિતિ પણ અંતે એટલીજ બાકી રહે. એટલે કેઆયુષ્ય સિવાયના કર્મોની સ્થિતિ ઘટીને એકી વખતે ઉપર્યુક્ત. પ્રમાણ જેટલી રહે, ત્યારે જ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમ દ્વારા પ્રાપ્ત થાય છે. આ દ્વાર સુધી આત્માને દોરી લાવનાર બીજું કોઇ નથી, પણ તેનો પરિણામ યથાપ્રવૃત્તિકરણજ છે. આટલેથીજ કાર્ય સરે તેમ નથી. આ ઉપરાંત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય તો જ સમ્યગદ્દેશન સંપાદન કરી શકાય તેમ છે. યથાપ્રવૃત્તિwણાદિનું સ્વરૂપ -