________________
થાક ભાવ-૨.
૨૪૭ તે પૂર્વે જેન-પ્રક્રિયા પ્રમાણે કર્મોના આઠ વિભાગો પાડવામાં આવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬), નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ કર્મના આઠ વિભાગો છે. આ દરેક વિભાગના બીજા અવાન્તર ભેદો છે, પરંતુ તે સર્વનું અત્ર પ્રયોજન નહિ હોવાથી પ્રસ્તુતમાં મોહનીયકર્મના-દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય -એ બે મૂખ્ય ભેદોના અવાન્તર ભેદો વિચારવામાં આવે છે. | દર્શનમોહનીયના સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય -એમ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્રમોહનીયના
કષાય” અને “નોકષાય” એમ બે ભેદો છે. વળી તેમાં ક્રોધ, માન, માયા અને લોભ -એમ ચાર પ્રકારો છે. આ દરેક કષાયના એક એકથી ઉતરતા બળવાળા અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન-એમ ચાર ચાર ભેદો છે. નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષવેદ, (૮) સ્ત્રીવેદ, (૯) નપુંસક વેદ -એમ નવ ભેદો છે. આ પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ, કષાયના સોળ અને નોકષાયના નવ ભેદો મળીને મોહનીયના ૨૮ પ્રકારો પડે છે.
દર્શનમોહનીયનો સામાન્ય અર્થ એ છે કે-તત્ત્વના સંબંધમાં યથાર્થ માન્યતા થવા દેવામાં વિઘ્ન ઉત્પન્ન કરવું અર્થાત તેનું કાર્ય યથાર્થ દર્શનનું આચ્છાદન કરવાનું છે. દર્શનમોહનીય શબ્દ સૂચવે છે કે-દર્શન સાથે તેને કંઇ સંબંધ હોવો જોઇએ અને વસ્તુતઃ તેમજ છે ? અને તે એ છે કે-દર્શનમોહનીય કર્મનો અસ્ત થતાં સમ્યગ્રદર્શનનો ઉદય થાય છે. સમ્યગદર્શન સંપાદન ક્રવામાં જોઇતાં સાધનો :