________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
"या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । ધર્મે હૈં ધર્મથી: શુદ્ધા, સભ્યમિમુબતે II” અર્થાત્ ઃ- દેવને વિષે દેવપણાની શુધ્ધિ બુદ્ધિ, ગુરૂમાં ગુરૂપણાની શુદ્ધ બુદ્ધિ અને ધર્મમાં નિર્મળ બુદ્ધિ એ ‘સમ્યક્ત્વ’ કહેવાય છે.'
૨૪૫
આ ઉપરથી સાર એ નીકળે છે કે-જેમને દેવ-ઇશ્વરપરમેશ્વર તરીકે માનવા વ્યાજબી હોય તેમને દેવ તરીકે સ્વીકારવા, જેમને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેમને ગુરૂ તરીકે માનવા અને જે વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય તેને ધર્મ માનવો એ ‘સમ્યક્ત્વ' છે. આનાથી ઉલટી માન્યતા તે ‘મિથ્યાત્વ' છે.
સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ ‘તત્ત્વાર્થશ્રદ્ધાન.’ તે જ્યારે સમ્યક્ત્વ હોય ત્યારેજ કહેલ સ્વરૂપવાળું શ્રદ્વાન પ્રગટે છે અને તેથી તે શ્રદ્ધાન સમ્યક્ત્વ વિના સંભવતું નથી. એવા પ્રકારની વ્યાપ્તિ એટલે શ્રદ્ધાનવાળા જીવોને અવશ્ય સમ્યક્ત્વ હોય છે. એ નિયમ જણાવવા માટે શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તો પણ તેને વિષે સમ્યક્ત્વરૂપ કારણનો ઉપચાર કરીને શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પ્રશસ્ત આત્મપરિણતિરૂપ સમ્યક્ત્વ પણ તત્ત્વને પ્રતિપાદન કરનાર શાસ્ત્રના જ્ઞાન દ્વારા પ્રગટ થાય છે. કહ્યું છે કે- “નીવાડ઼ નવ યત્ને, નો નાળફ તસ્સ હોફ સમ્મતં ।” જ્યારે તત્ત્વજ્ઞાનથી સમ્યક્ત્વ પ્રગટે છે, તો પછી “ભાવે સ ંતો યાગનાળે વિ સન્મત્ત” -આ વચનથી તત્ત્વજ્ઞાન ન હોય, તો પણ જે ભાવથી શ્રી વીતરાગ પ્રભુએ કહેલ પદાર્થસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા રાખે તેજીવ સમ્યદ્રષ્ટિ કહેવાય. એ વાત કેવી રીતે સંભવે ? આ સંબંધમાં મહાપુરૂષોનું સમાધાન છે કે- ‘શયાળમાળે વિ' ઇત્યાદિ વચન જ્ઞાનના અભાવને કહેનાર નથી, પરંતુ વિસ્તારપૂર્વક તત્ત્વજ્ઞાનની