________________
૨૪૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ્રકારની અવિરતિ હોય છે. મિથ્યાત્વના ઉદય વગર આ બારેય પ્રકારની અવિરતિનો ઉદય ચાલુ હોય છે. આ જીવોને અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભનો ઉદય વિપાકોદય હોય છે અને જ્યારે અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભને ઉદયમાં આવવું હોય ત્યારે તે અનંતાનુબંધિ કષાયના પુદ્ગલો અપ્રત્યાખ્યાનીય કષાય રૂપે થઇ થઇને ઉદયમાં આવે છે પણ પોતાના સ્વરૂપે ઉદયમાં આવતા નથી. માટે તે અનંતાનુબંધિ ચાર કષાયોનો વિપાકથી ઉદય કહેવાતો નથી પણ પ્રદેશોદય કહેવાય છે. આ પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયના કારણે જીવોને કોઇપણ વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરવાનું મન થતું નથી. અંતરમાં ભાવના જરૂર હોય છે પણ હમણાં ને હમણાં હું કરી લઉં એવો ઉલ્લાસ પેદા થતો નથી. આથી આ જીવો ઉપશમ-ક્ષયોપશમ કે ક્ષાયિક ત્રણેય સમ્યક્ત્વમાંથી કોઇપણ સમ્યક્ત્વ સાથે હોય છે તેથી છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ સતત રહ્યા જ કરે છે. એ બુધ્ધિને ટકાવવા માટે અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે સારામાં સારી રીતે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં હોય છે. સુ સાધુ ભગવંતોની સેવાભક્તિ કરતાં હોય છે. તત્વનું જ્ઞાન મેળવતા હોય છે તથા સાધર્મિક ભક્તિ પણ સારી રીતે કરતાં હોય છે. આ કર્તવ્યો આ જીવોને માટે તરવાના સાધનો કહેલા છે.
સમ્યક્ત્વ કહો કે સમ્યગ્દર્શન કહો તે બંને એક્જ છે. યથાર્થ શ્રદ્ધાન યાને વાસ્તવિક તત્ત્વદ્રષ્ટિ એ એનો અર્થ છે. એ વાતની વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મુનીશ્વરકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્રનું “તત્વાર્થશ્રદ્વાળું સમ્યગ્દર્શન” એ સૂત્ર સાક્ષી પૂરે છે. વિશેષમાં સમ્યક્ત્વની વ્યાખ્યા કરતાં પૂજ્ય શ્રી હેમચન્દ્ર સૂરિ મ. કહે છે કે