________________
૨૪૮
થાક ભાવ-૨
જો કે સમ્યગદર્શનની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તો પણ આ ક્ષયોપશમ કંઇ તેનું મૂખ્ય કારણ નથી; કેમકે-જેટલા ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તેટલો ક્ષયોપશમ તો પંચેન્દ્રિય જીવોને હોય છે. આથી મૂખ્ય વાત તો એ છે કે- અનાદિ અનંત એવા ચતુર્ગતિભ્રમણ રૂપ ઘોર અટવીમાં પ્રાણી જે મોહનીયાદિક આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાકને વશ થઇ પરિભ્રમણ કર્યા કરે છે, તે કર્મોની સ્થિતિ-કાલ ઘટવો. જોઇએ અને એમ થાય ત્યારેજ સમ્યગદર્શનની પ્રાપ્તિ થઇ શકે તેમ છે. આથી પ્રથમ તો સ્થિતિકાલ અને કયા કર્મનો કેટલો સ્થિતિકાલ છે તે જાણવાની જરૂર રહે છે. એ જિજ્ઞાસાના સમાધાનમાં કહેવાનું કે-કર્મપુદ્ગલ જેટલા વખત સુધી આત્મા સાથે જોડાયેલું રહે, તેટલો વખત તે કર્મનો “સ્થિતિકાલ' કહેવાય છે. કર્મદ્રવ્ય વધારેમાં વધારે જેટલો વખત રહે તે તેનો “ઉત્કૃષ્ટ સ્થિતિકાલ' અને ઓછામાં ઓછો જેટલો વખત રહે તે તેનો જઘન્ય સ્થિતિકાલ' જાણવો. તેમાં વેદનીય, નામ અને ગોત્ર-એ સિવાયના બાકીના કર્મોનો જઘન્ય સ્થિતિકાલ અંતર્મુહૂર્તનો છે. તત્વાર્થાધિગમ સૂત્ર પ્રમાણે વેદનીયનો જઘન્ય સ્થિતિકાલ બાર મુહૂર્ત (એક મુહૂર્ત = બે ઘડી = ૪૮ મિનિટ) નો છે, જ્યારે ઉત્તરાધ્યયન સૂત્ર પ્રમાણે તો તે કાળ અંતર્મુહૂર્તનો છે. નામ તેમજ ગોત્ર એ બંને કર્મોનો જઘન્ય સ્થિતિકાલ તો આઠ મુહૂર્તનો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય એ ચાર કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ ત્રીસ કોટાકોટિ સાગરોપમ છે, તથા નામ અને ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ વીસ કોટાકોટિ સાગરોપમ છે, જ્યારે મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ સીત્તેર કોટાકોટિ સાગરોપમ છે તથા આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ તેત્રીસ સાગરોપમ છે.
તેમાં આપણે આગળ જોઇ ગયા તેમ સંસારસમુદ્રમાં ડૂબેલા