________________
૨૪૨
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ રહે ત્યારે આયુષ્ય પૂર્ણ કરી બાવીશની સત્તા લઇને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે અને ત્યાં સમ્યકત્વ મોહનીયના બાકી રહેલા પુદ્ગલો ઉદયમાં લાવીને ભોગવી ક્ષાયિક સમકતની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એકવીશની સત્તા પ્રાણી કરી શકે છે અને કેટલાક જીવો મનુષ્યપણામાં ક્ષાયિક સમકીત ની પ્રાપ્તિ કરીને પણ વૈમાનિક દેવલોકમાં જઇ શકે છે.
આનાથી નક્કી થાય છે કે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોમાં પ્રકૃતિઓની સત્તા પ્રાપ્ત કરી શકતા નથી.
આ રીતે ક્ષાયિક સમીકીતી જીવો ચારે ગતિમાં જઇ શકે છે.
આ ક્ષાયિક સમીકીતની પ્રાપ્તિ જીવો ચારથી સાત ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકમાં કરી શકે છે.
(૧) સિધ્ધાંતના મતે ક્ષયોપશમ સમકીન લઇને જીવો. ચારે ગતિમાં જઇ શકે છે. તેમાં નારકીમાં જાય તો એકથી છ નારકીમાં જઇ શકે અને ત્યાંથી લઇને આવી શકે છે. તિર્યા અને મનુષ્યમાં જાય તો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાંથી કોઇપણ તિર્યંચમાં કે મનુષ્યમાં જઇ શકે છે. અને દેવલોકમાં જાય તો ચારે નિકાયના દેવોમાંથી કોઇપણા સ્થાનમાં જઇ શકે છે. સમકીત પામતાં પહેલા નરક-તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોય તો અને દેવલોકને વિષે આયુષ્ય બાંધેલું હોય અથવા ન બાંધ્યું હોય તો પણ જઇ શકે છે.
(૨) કાર્મગ્રંથિક આચાર્યોના મતે :
સાયિક સમીકીત લઇને જીવો ચારે ગતિમાં જઇ શકે છે. ક્ષયોપશમ સમકીત લઇને એક વૈમાનિક દેવલોમાં જ જઇ શકે છે પણ બીજી ગતિમાં લઇને જઇ શકતા નથી. એટલે વૈમાનિક દેવલોક સિવાય નરકગતિ-તિર્યંચગતિ કે મનુષ્યગતિમાં અને ભવનપતિવ્યંતર-જ્યોતિષમાં જવું હોય તો મિથ્યાત્વ લઇને જ જીવો જાયા