________________
૨૩૮
ચૌદ ગુણસ્થાનક માણ-૨
જળ અને મોદકોનું દાન આપી તથા અતિથિઓને ભોજન કરાવી પછી ભોજન કરતો હતો. તે જે જે પુણ્ય કરતો હતો તે સર્વને ધન્યા પણ અનુમોદતી હતી. તે પુણ્યના પ્રભાવથી તે બન્નેને જે ફ્ળ પ્રાપ્ત થયું તે સાંભળ -જે ધનરાજનો જીવ હતો તે તું મેઘનાદ નામે રાજા થયો છે, અને ધન્યાનો જીવ આ તારી મદનમંજરી નામની રાણી થઇ છે. હે મેઘનાદ રાજા ! સમકિતના પ્રભાવથી મનવાંછિતને પૂર્ણ કરનાર આ કચોળું તમને દેવતાએ આપ્યું છે.
આ પ્રમાણે ગુરૂના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળી મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામ્યો, અને રાણી સહિત શ્રાવકના વ્રતને અંગીકાર કરી પોતાને ઘેર ગયો. સંપૂર્ણ દિવ્ય ભોગની સમૃદ્ધિને ભોગવતાં અને સુખસાગરમાં મગ્ન થયેલા તે રાજાએ લાખ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું. અનુક્રમે ભોગાવળી કર્મનો ક્ષય કરી, પોતાના પુત્રને રાજ્ય આપી, વૈરાગ્ય ગુણથી રંજિત થઇ, ગુરૂની પાસે જઇ રાણી સહિત મેઘનાદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કર્મ રૂપી મળનો નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે બન્ને મોક્ષ પદને પામ્યા. શ્રી જિનેશ્વરે કહેલા વચન ઉપર શ્રધ્ધા રાખવા રૂપ સમકિતનું સેવન કરી મેઘનાદ રાજાએ ભવ્ય જીવોની સભામાં તથા સિધ્ધોની શ્રેણીમાં દુર્લભ એવું પોતાનું નામ લખાવ્યું, તે જ પ્રમાણે હે સજ્જનો ! તમે પણ આ લોક અને પરલોકની સુખ સમૃદ્ધિને આપનારૂં સમકિત પ્રાપ્ત કરો.
આ ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા જીવો મનુષ્યગતિમાં રહેલા જીવો આઠ વરસની ઉપરની ઉમંરવાળા હોય. પહેલા સંઘયણવાળા હોય અને કેવલીભગવંતનો કાળ હોયતો ક્ષયોપશમ સમકીતના કાળમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામવા માટે પુરૂષાર્થ કરે છે. ઉપશમ સમકીતના કાળમાં કોઇપણ જીવો ક્ષાયિક સમકીત પામવાનો પુરૂષાર્થ કરી શકતા જ નથી. આત્માની વિશુધ્ધિમાં ચઢેલો જીવ સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ-માન