________________
_
_
_
_
_
_
_
_
_
_
_
_
_
૨૩૪
ચૌદ ગુણસ્થાનક માર્ગ-૨ _ _ અંગીકાર કરી. ત્યાર પછી તે પિતા મરણ પામ્યો ત્યારે તેના પુત્રે પિતા કરતાં વધારે કૃપણતાવાળી ચતુરાઇથી ભારવાહકનો ધંધો કરી લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને મરતી વખતે તેણે પણ પોતાના પુત્રને તેવી જ શિક્ષા આપી, તેથી તે પણ બમણો કૃપણ થઇને તેવો જ ધંધો કરવા લાગ્યો. તેણે પણ લાખ ધન મેળવ્યું. તે ત્રણ લાખ પૃથ્વીમાં નિધાન રૂપ કરી તે પણ મરણ પામ્યો. તેનો પુત્ર પણ તેના બાપ દાદા જેવો જ કૃપણ થયો. તેનું નામ ધનરાજ હતું. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે ધર્મ કર્મમાં તત્પર, સ્વભાવે ઉદાર અને શીલ રૂપી અલંકાર વડે ભૂષિત હતી. એકદા સમય જોઇને તેણે પતિને મિષ્ટ વચન વડે કહ્યું કે- “હે સ્વામી ! તમે લોભથી પરાભવ પામીને રાત દિવસ ભાર વહન કર્યા કરો છો, ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય દાટેલું છે, અને વળી તમે પણ ઘણું ઉપાર્જન કર્યું છે, તો શા માટે આટલું બધું કષ્ટ વેઠો છો ? જે ધનનો ભોગવટો થાય તે જ ધન શ્રેષ્ઠ છે. તમારા બાપ દાદા સર્વ ધન મૂકીને મરી ગયા છે. તેમણે શું સાધ્યું ? તમે પણ તે જ રીતે પરલોકમાં જશો. તેથી તમને, તમારા ધનને અને તમારા જીવિતને ધિક્કાર છે.” આ પ્રમાણે કહેવાથી પતિને ખેદ પામતો જોઇ તે ફ્રીથી બોલી કે- “હે પ્રિય ! તમે નિશ્વાસ કેમ મૂકો છો ? શું નિધાન કરેલું (દાટેલું) ધન નાશ પામ્યું છે ? કે વેપારમાં કાંઇ ખોટ ગઇ છે ?” તે સાંભળી ધનરાજ બોલ્યો કે- “હે મુગ્ધા ! મનુષ્ય ધન વડે લોકમાં પૂજાય છે, ધન વડે આખું જગત મિત્ર રૂપ થાય છે. ધન રહિત પુરૂષ મરેલાની તુલ્ય જ છે. તેથી નિર્ધન પુરૂષ શું કામનો ? હે ધન્યા ! આપણે ઘેર માગવા આવેલા બ્રાહ્મણને તેં ચણાની મુઠી આપી તેથી મારું મન ઘણું દુભાયું છે.” તે સાંભળીને પતિના ચિત્તને અનુસરનારી તે સ્ત્રી બોલી કે- “હવે હું કોઇને કાંઇ પણ નહીં આપું. પરંતુ હે પ્રિય ! જેમાં ધનનો વ્યય ન થતો હોય તેવું કાંઇ પણ પુણ્ય તમે કરો તો ઠીક. તે એ કે તમે ઉત્તમ સાધુઓને વંદના કરો, જગતના