________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૦૫ અનન્તાનુબધેિ રૂપ ચારિત્રમોહનીયનો ઉદય જ્યાં સુધી વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યક્ત્વને પામી શકતો નથી. બસ, એવી જ રીતિએ એમ પણ કહી શકાય કે-સમ્યક્ત્વના સર્ભાવમાં શુશ્રુષાદિ ગુણો અવશ્ય પ્રગટે છે.”
હજુ પણ અહીં જો પ્રશ્ન ઉપસ્થિત કરવો હોય તો તેમ કરી શકાય તેમ છે. હજુ પણ અહીં એમ પૂછી શકાય કે વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ છે એટલે તે ચારિત્રના અંશ રૂપ છે એ નક્કી વાત છે અને સમ્યક્ત્વના સભાવમાં વૈયાવચ્ચ અવશ્ય હોઇ શકે એમ આપ કહો છો, તો અવરિત સમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકનો અભાવ થઇ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; કારણ કે-જો અવિરત સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક હોય તો એ સ્થાને વિરત-સમ્યગ્દષ્ટિપણું હોઇ શકે નહિ અને વિરત-સમ્યગ્દષ્ટિપણું જો એ સ્થાને હોય તો એ સ્થાનને અવિરત-સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક કહી શકાય નહિ.”
વાત સાચી છે કે વિરત સખ્યદ્રષ્ટિ આત્મા અવિરતા સમ્યગ્દષ્ટિઓના ગુણસ્થાનકે એટલે ચોથા ગુણસ્થાનકે હોઇ શકે જ નહિ; વિરત-સમ્યગ્દષ્ટિ આત્માઓ તો પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનકોએ જ હોઇ શર્ક; પરન્તુ આ વાત જેમ સાચી છે, તેમાં એ વાત પણ સાચી છે કે-વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ હોવાથી ચારિત્રના જ અંશ રૂપ છે. આમ આ બન્નેય વાતો સાચી હોવા છતાં પણ, અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ, વૈયાવચ્ચના નિયમવાળા હોઇ શકે જ નહિ, એમ કહેવું તે બરાબર નથી : કારણ કે-વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર, એ એટલું બધું અલ્પ ચારિત્ર છે કે-તેની અચારિત્ર તરીકે વિવક્ષા થઇ શકે છે. જેમ સંમૂચ્છિમ જીવો કાંઇ સર્વથા સંજ્ઞાહીન હોતા જ નથી; જો તે જીવોને સર્વથા સંજ્ઞાહીન કહેવામાં આવે, તો તો તેમને જીવ તરીકે મનાય જ નહિ; સર્વથા સંજ્ઞાહીન તો જડ જ હોઇ શકે; એટલે સમૂચ્છિમ