________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૩૧ મને પૂછ્યા વિના દીક્ષા કેમ લીધી ?' –એવો વિચાર સરખો પણ આવ્યો નહિ અને એવો વિચાર આવ્યો કે- “બાળક છતાં એ સારો !” ત્યારે, દીકરાએ સારું કામ પૂછયા વગર પણ કર્યું હોય, તોય સારાં મા-બાપ એ સાંભળીને રાજી થાય ને ? આનન્દ અનુભવે ને કે- “દીકરો સારો પાક્યો!' સમક્તિ ઉપર મેઘનાદ કુમારની ક્યા?
- પૃથ્વી મંડળના કુંડળ જેવું અને ઉંચા પ્રસાદની શ્રેણિ વડે મનોહર ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં ગુણોના સમૂહરૂપ મણિના નિધિ સમાન મેઘનાદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેના ચશરૂપી કમળનો સુગંધ સર્વ દિશાઓમાં પ્રસર્યો હતો.તેના ઉપર કોઇ દેવે સંતુષ્ટ થઇને તેને એક ક્રોળું આપ્યું હતું, તેના પ્રભાવથી તે રાજા અપરિમિત મનવાંછિતોને પામતો હતો. સુવર્ણ, મણિ, કપૂર, કસ્તૂરી, ચંદન, ચીનાંશુક (વસ્ત્ર) વિગેરે ઉત્તમ વસ્તુઓ તેને પ્રયત્ન વિના જ પ્રાપ્ત થતી હતી. અત્યંત દ્રઢ, મોટા અને ળેલા સમકિત રૂપ કલ્પવૃક્ષ પાસેથી તે નિરંતર સુખરૂપી અમૃતરસના આસ્વાદવાળા દિવ્ય ભોગ ળોને ભોગવતો હતો.
જે પ્રાણીને સમકિત પ્રાપ્ત થયું હોય તે પ્રાણીએ જો પૂર્વે પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય અથવા તો તે સમકિત થકી ચવ્યો ન હોય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિષે કહ્યું છે કે___ "सुद्धे सम्मत्ते अ-विरओडवि अज्जेइ तित्ययरनाम । - जह आगमेसि भद्दा, हरिकुलपहु सेणिआईया ।।"
“વિરતિ રહિત હોય તો પણ જો શુધ્ધ સમકિતવાનું હોય તો તે જીવ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરે છે. જેમનુ આગામી (ભવિષ્ય) કાળમાં કલ્યાણ થવાનું છે એવા શ્રી કૃષ્ણ તથા શ્રી શ્રેણિક વિગેરે આ વિષયમાં ઉદાહરણરૂપ છે.”
મેઘનાદ મનુષ્ય છતાં પણ તેને તે કચોળું જે દેવતાઇ ભોગની