________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૨૧ રહ્યું હતું. સૂર્ય સામે ઉંચી આંખ રાખીને, એ મહાત્મા આતાપના લઇ રહ્યા હતા. શ્રી વજબાહુએ રથમાં બેઠે બેઠે પહાડ ઉપર રહેલા એ મહાત્માને જોયા અને એથી, મેઘાડમ્બરને જોઇને મયૂરનું હૈયું જેમ નાચી ઉઠે, તેમ તેમનું હૈયું પણ હર્ષના પ્રકર્ષથી નાચી ઉડ્યું.
તરત જ તેમણે રથના ઘોડાની લગામ પકડી લીધી અને ઉદયસુન્દરને કહ્યું કે- “રથ થોભાવો. જૂઓ, કોઇક મહાત્મા આ. પહાડ ઉપર તપ તપી રહ્યા છે. મારે તેમને વાંદવા છે. મારૂં મહા ભાગ્ય કે-અહીં આવા મહામુનિનું મને દર્શન થયું !”
રથમાં શ્રી વજબાહુ અને મનોરમા બેઠાં છે. ઉદયસુન્દર રથ હાંકે છે. ઉદયસુન્દરને શ્રી વજબાહુનું કથન સાંભળીને મશ્કરી કરવાનું મન થાય છે. શ્રી વજબાહુ સમજે છે કે-માર્ગે જતાં મહાત્મા નજરે પડે અને એમને વન્દન કર્યા વિના આપણે ચાલ્યા જઇએ, તો આશાતના લાગે; જ્યારે ઉદયસુન્દરને એમ થાય છે કે-તાજા પરણીને ઘરે જતા કુમારને આ વખતે આ કેવું મન થાય છે ? એટલે ઉદયસુન્દર મશ્કરીમાં શ્રી વજબાહુને પૂછે છે કે- “શું કુમાર ! દીક્ષા ગ્રહણ કરવાનું મન થઇ ગયું છે ?'
તરત જ શ્રી વજબાહુ પણ કહે છે કે- “દીક્ષા લેવાનું મના તો છે જ.”
ઉદયસુન્દર શ્રી વજુબાહુના આ જવાબને પણ મશ્કરીનો જવાબ જ લેખે છે. એટલે, મશ્કરીના ભાવમાં ને મશ્કરીના ભાવમાં એ પણ કહે છે કે- “કુમાર ! જો દીક્ષા લેવાનું તમારું મન હોય, તો આજે જ દીક્ષા લઇ લો ! એમાં જરા સરખોય વિલમ્બ કરો નહિ ! હું પણ આપને દીક્ષા લેવામાં સહાય કરીશ !”
જાણે એક-બીજાને હંફાવવાનો પ્રયત્ન આદર્યો હોય તેમ, શ્રી વજુબાહુ પણ ઉદયસુન્દરને કહે છે કે- “સાગર જેમ મર્યાદાને તજે નહિ, તેમ તમે પણ તમારી આ પ્રતિજ્ઞાનો ત્યાગ કરશો.