________________
૨૨૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ જો વાતકરનાર હોય તો, વૈરાગ્યની છાંટ જ ન હોય એ બને એવી વસ્તુ છે ? સંસારના સુખમાં અને સંસારના સુખની સામગ્રીમાં બહુ રાચવા-માચવા જેવું નથી-એવી વાત થાય; અને, એ જાય ત્યારે શોક થયો હોય તો શોક કરતાં પણ એના નશ્વરપણા વગેરેની વાત થાય; તો એ વાત પણ વૈરાગ્યના ઘરની જ વાત છે ને ?
તમે સાંભળ્યું ને કે-શ્રી વજ્રબાહુએ ઉદયસુન્દરને સમજાવતાં કહ્યું કે- ‘ચારિત્ર એ જ આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ફ્લ છે. અને, એ વાતનો ઉદયસુન્દરે પણ વિરોધ કર્યો નહિ ને ? બીજી વાત એ પણ છે કે-વૈરાગ્યના સંસ્કાર જ ન હોત, તો શ્રી વજ્રબાહુએ જ્યારે મુનિને વન્દન કરવાની ઇચ્છા પ્રગટ કરી, ત્યારે મશ્કરીમાં પણ ઉદયસુન્દરે જે એ જ પૂછયું કે- ‘શું તમે દીક્ષા ગ્રહણ કરશો ?' તે પૂછયું ન હોત. એ કાંઇ આજના કેટલાકોની જેમ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા નહોતા; અને, જો એ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા હોત, તો તો અહીં બધાએ દીક્ષા ગ્રહણ કરી તેની જગ્યાએ કોઇ નવું જ અને બહુ વિચિત્ર ગણાય તેવું તોફાન પેદા થયું હોત !
સ. જો મનમાં વૈરાગ્ય હતો તો પરણવા શું કરવાને
ગયા ?
વૈરાગ્ય એ મિથ્યાત્વના ક્ષયોપંશમાદિ-જનિત કાર્ય છે અને વિરતિ એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ-જનિત કાર્ય છે. વિરાગ મિથ્યાત્વની મન્દતાના યોગે જન્મે, એટલે પહેલા ગુણઠાણે રહેલા પણ મન્દ મિથ્યાદ્રષ્ટિઓમાંય વિરાગ હોઇ શકે. સમ્યદ્રષ્ટિમાં વેરાગ અવશ્ય હોય, પણ સમ્યગ્દર્શનને નહિ પામેલામાં વિરાગ 1 જ હોય એમ કહી શકાય નહિ. મોક્ષનો આશય પણ, સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં મિથ્યાત્વની મન્દતાથી આવી શકે છે. ગ્રન્થિદેશથી આગળ વધેલા અને હજુ ગ્રન્થિ જેમની ભેદાઇ નથી