________________
થાળક ભાવ- ૨
— — — —
—
—
—
—
—
૨ ૨૩
— – શ્રી વજબાહુ રથમાંથી નીચે ઉતર્યા એટલે મનોરમા પણ રથમાંથી નીચે ઉતરી અને ઉદયસુન્દર પણ રથમાંથી નીચે ઉતર્યો. શ્રી વજબાહુએ અને આખા પરિવારે હવે વસન્તશેલ ઉપર ચઢવા માંડ્યું.
શ્રી વજબાહુ જે શાન્તિથી અને જે મક્કમતાથી પહાડ ચઢી. રહ્યા હતા, તે જોતાં ઉદયસુન્દરને પહેલાં શંકા પડી ગઇ અને પછી ખાતરી થઇ ગઇ કે- “આ કુમાર દીક્ષા ગ્રહણ કરવા જ જઇ રહ્યા છે !” એને થયું કે- “આ તો મારી મશ્કરીનું બહુ ગંભીર પરિણામ આવ્યું. આથી પહાડ ઉપર ચઢતે ચઢતે ઉદયસુન્દર શ્રી વજબાહુને કહે છે કે- “સ્વામિન્ !”
હવે કુમારને બદલે સ્વામિનું કહીને નમ્રતાથી વાત કરે છે. કહે છે કે- સ્વામિન્ ! આજે આપ દીક્ષા ગ્રહણ કરશો નહિ ! આપને મેં જે કાંઇ કહ્યું તે કેવળ મશ્કરીમાં જ કહ્યું હતું. મારાં એ મશ્કરીનાં વચનોને ધિક્કાર હો.
વળી કહે છે કે- “આપણે બન્નેએ જે વાતચીત કરી, તે કેવળ મશ્કરી રૂપ જ હતી અને મશ્કરીમાં થતી વાતો કાંઇ સત્ય હોતી નથી; એટલે, મશ્કરીમાં ઉચ્ચારેલાં ને આપેલાં વચનોને ઉલ્લંઘવા એમાં દોષ જેવું કાંઇ છે જ નહિ !'
આગળ વચન આપતાં ઉદયસુન્દર શ્રી વજબાહુને કહે છે કે- “સઘળાય કષ્ટોમાં હું આપને સહાયક થઇશ, માટે આપ અમારા કુળના જે મનોરથો, તે મનોરથોના અકાળે ભાંગીને ભુક્કા કરી નાખશો નહિ !' | આટલું કહેવા છતાં પણ, શ્રી વજબાહુમાં જ્યારે કાંઇ પણ પરિવર્તન થયેલું દેખાતું નથી, ત્યારે ઉદયસુન્દર કહે છે કે- “હજુ તો આપના હાથ ઉપર આ મંગલ કંકણ શોભે છે; તો, આપ વિવાહના ળસ્વરૂપ ભોગોને તજવાને એકદમ તૈયાર કેમ થઇ ગયા છો ?'