________________
ચૌદ ગુણસ્થાનક માગ-૨
૨૨૫
સંસ્કાર પોષાતા હશે ? કેવા આચાર-વિચારમાં એમનું ઘડતર થયું હશે ? સાધુ થવાય તો સારૂં -એવો ભાવ પણ એમના મનમાં તો હશે જ ને ? અને, મરતાં પહેલાં સાધુ થવું જ છે-એવું પણ એમના મનમાં રહ્યું જ હશે ને ? એટલે જ, શ્રી વજ્રબાહુએ મશ્કરીને પણ પરમ અર્થની સાધક તરીકે ખતવી ને ?
અને, મનોરમાની બાબતમાં શું કહ્યું ? અને કેવું પૂછી નાંખ્યું ? મનોરમાની હાજરીમાં સાળાને આવું પૂછાય ? આ રીતિએ શ્રી વજ્રબાહુએ મનોરમાને પણ માર્ગ ચીંધી દીધો ને ? મનોરમા કુલીન હતી, માટે જ ‘કુલીન હશે તો દીક્ષા લેશે, નહિ તો તેણીનો માર્ગ કલ્યાણકારી હો !' -એવાં વચનો એ શાન્તિથી સાંભળી શકી ને તેણીએ તો નિર્ણય એ જ કરી લીધેલો છે, પણ તેણીમાં જરાક જો અકુલીનતા હોત તો એ શો નિર્ણય કરત ?
સ.
તમને ભોગનો રોગ વળગ્યો હોય તોય તમે પત્ની તરીકે કુલીનને જ પસંદ કરો ને ? કદાચ ખબર ન હોય ને પરણ્યા પછી માલૂમ પડે કે ‘આ તો અકુલીન છે.' તો તમે અકુલીનને તજવાને તૈયાર થાવ ખરા ? પાપવશ ભોગ ભોગવવા પડે તોય તેમાં પણ અમુક અમુક નીતિનિયમોના પાલનનો આગ્રહ તો ખરો ને ? પુરૂષ અકુલીન જણાય તો સ્ત્રીએ શું કરવાનું ? એનાય રસ્તા છે. પરણેલો પુરૂષ અકુલીન જ છે એવી ખાતરી જો થઇ જાય, તો એ સાધ્વી થવાનો માર્ગ લે અથવા સતીના માર્ગે જીવે. સ્ત્રીઓ ધારે તો અકુલીનને કુલીન બનાવી શકે, પણ એવાય પુરૂષ હોય કે ઠેકાણે આવે નહિ; તો સમજુ સ્ત્રીઓને સાધ્વી બનતાં અગર સતીના માર્ગે જીવતાં આવડે કે નહિ ? સ્ત્રીઓ જો સમજુ હોય અને જો એ ધારે તો એ ઘણી મક્કમ રહી શકે છે.
દ્રૌપદીને પાંચ હતા ને ? પણ, પાંચના વારા એ સતી કેવી મક્કમતાથી જાળવતી હતી, એ જાણો છો ? અર્જુનનો વારો હોય,