________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૧૫ કરેલ ધર્મને અને ધર્મના તત્વજ્ઞાનને પણ પોતાના કુટુંબ આદિને સંભળાવવા દ્વારા જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા, મહાપુરૂષોને પણ જ્ઞાનની સામગ્રી આપીને તેમજ બીજા આત્માઓને પણ હેયોપાદેયના વિવેકને જન્માવનારા જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બનીને જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા પોતાની શક્તિના પ્રમાણમાં અભયદાનનો દાતા પણ અવશ્ય હોય છે. આમ છતાં પણ અહીં ધર્મોપગ્રહદાનને મુખ્યતા આપવામાં આવી છે, એ સૂચવે છે કે-ધર્મોપગ્રહદાન એ શ્રાવકોને માટે ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. ધર્મોપગ્રહદાન દેવાને માટે દાતારે પાબાપાત્ર આદિની વિચારણા અવશ્ય કરવાની હોય છે. મધ્યાહની પૂજામાં લીનતાનો શ્રી પેથડશા મંત્રીશ્વરનો એક પ્રસંગ :
આપણે ત્યાં પેથડશા નામના મંત્રી થઇ ગયા છે. માલવ દેશના એ મોટા મંત્રી હતા. માલવ દેશનો રાજા મંત્રીશ્વર પેથડશાને બહુ માનતો હતો. પણ મંત્રી પેથડશા માનતા હતા કે આ બધું પુસ્યાધીન છે. એટલે, એમને હૈયે હુંફ ધર્મની હતી, પણ મંત્રિપણા વગેરેની નહિ હતી. આથી જ, મોટા મંત્રીશ્વર હોવા છતાં પણ, પેથડશા ત્રિકાલ શ્રી જિનપૂજા નિયમિત કરતા હતા.
એક વાર એવું બન્યું કે-અવન્તિની સીમમાં પર રાજ્યનું સેન્થ આવી પહોંચ્યું. પર રાજ્યનું સૈન્ય અચાનક આંગણે આવી પહોંચ્યાનું જાણીને, માલવ દેશના રાજાએ એ સેલ્થને લઇને લડવા આવનાર રાજાની સાથે સંધિની વાતચીત કરવાનો નિર્ણય કર્યો.
રાજાએ તરત જ રાજ્યમાં જ્યોતિષનો જે મોટો જાણકાર હતો, તેને બોલાવ્યો; અને, તેને મુહૂર્ત જોવાનું કહ્યું. જ્યોતિષએ કહ્યું કે-આજે મધ્યાહ્ન કાળની વેળાથી પૂર્વેની એક ઘડી અને મધ્યાહ્ન કાળની વેળાથી પછીની એક ઘડી, એટલા સમયમાં વિજય