________________
–
–
–
-
-
૨૧૬
- ચોદ ગુણસ્થાનક ભાગ-૨ નામનો યોગ છે અને તે યોગ સર્વ કાર્યમાં સિદ્ધિ આપનારો છે.
રાજાએ એ વિજય નામના યોગમાં પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો, પણ તે પહેલાં મંત્રી જોડે મંત્રણા તો કરી લેવી જોઇએ ને ? આથી રાજાએ શ્રી પેથડશા મંત્રિને બોલાવી લાવવાને માટે પોતાનો માણસ મંત્રીશ્વરના ઘરે મોકલ્યો.
અહીં બનેલું એવું કે-મંત્રીશ્વર મધ્યાહ્ન કાળની પૂજામાં બેઠા હતા અને વિવિધ પુષ્પોથી પ્રભુજીની અંગરચના કરતા હતા. મંત્રીશ્વર રોજ પોતાના એક માણસને સ્નાનાદિ કરાવીને અને શુદ્ધ વસ્ત્ર પહેરાવીને પોતાની પાછળ બેસાડતા હતા અને એ માણસ મંત્રીશ્વરને પ્રભુજીની અંગરચનામાં જરૂરી પુષ્પ ક્રમવાર આપ્યું. જતો હતો. એટલે, મંત્રીશ્વરને પુષ્પ લેવા માટે પણ ભગવાન ઉપરથી નજર ખસેડવી પડતી નહિ અને એકાગ્રપણે તેઓ અંગરચના કરી શકતા હતા.
રાજાનો માણસ મંત્રીશ્વરને તેડવા મંત્રીશ્વરના ઘરે આવ્યો. મંત્રીશ્વરની પત્નીને તેણે કહ્યું કે- “મહારાજા બહુ અગત્યના કામે જલ્દીથી મંત્રીશ્વરને બોલાવે છે.” મંત્રીશ્વરની પત્નીએ તેને કહ્યું કે- “હમણાં તો મંત્રીશ્વર નહિ મળી શકે, કેમ કે-તેમનો આ દેવપૂજાનો સમય છે.”
રાજાનો માણસ પાછો જાય છે, પણ એની મંત્રીશ્વરની પત્નીને ચિત્તા થતી નથી. રાજાના માણસને આમ ભગવાનની પૂજાનો સમય કહીને પાછો જવા દેવાય ? હા; ગમે તે થાય તો પણ પૂજામાં તો વિક્ષેપ કરાય જ નહિ, એમ એ બાઈ માનતી હશે ને ?
પેલા માણસે રાજા પાસે પહોંચીને, મંત્રીશ્વરની પત્નીએ આપેલો જવાબ રાજાને કહી સંભળાવ્યો, પણ રાજાને મુહૂર્તની ચિન્તા હતી. મુહૂર્તની વેળા જતી રહે, એ રાજાને ગમતું નહોતું. આથી રાજાએ મંત્રીશ્વરના ઘરે બીજા દૂતને મોકલ્યો. બીજા દૂતે પણ મંત્રીશ્વરના ઘરે આવીને મંત્રીશ્વરની દાસી, કે જે દ્વાર પાસે