________________
ચોદ ગુણસ્થાનક ભાd-૨
૨૧૭ ઉભી હતી, તેને રાજાની આજ્ઞા કહી સંભળાવી.
મંત્રીશ્વરની પત્નીએ સાંભળ્યું. તરત જ તેણીએ રાજાના દૂત પાસે આવીને મીઠાશથી કહ્યું કે- “ભાઇ ! રાજાને કહેજો કેહજુ પણ મંત્રીશ્વર દેવપૂજામાં છે અને તેમને હજુ બે ઘડી જેટલો સમય લાગશે.”
આમ બીજો દૂત પણ મંત્રીશ્વરના ઘરેથી પાછો વળ્યો. એ વખતેય મંત્રીશ્વરની પત્નીને એમેય થતું નથી કે-મંત્રીશ્વરને ખબર તો આપું પ્રસંગ જેવો તેવો નથી. રાજા તરફ્ટી ઉપરાઉપરી તેડાં આવે છે. રાજાને અતિ અગત્યનું કામ ન હોય તો આવું બને જ નહિ, એ વાત મંત્રીશ્વરની પત્ની સમજે છે. મંત્રીશ્વર જો અન્ય કોઇ કાર્યમાં હોત તો તેણીએ મંત્રીશ્વરને સમાચાર જરૂર પહોંચાડ્યા હોત. પણ હાલ મંત્રીશ્વર ધર્મકાર્યમાં, દેવપૂજાના કાર્યમાં રોકાયેલા હતા; રોજનો એમનો એ નિયમ હતો; એટલે જે થવું હોય તે થાય, પણ અત્યારે તો મંત્રીશ્વરને કાંઇ જ જણાવાય નહિ, એમ મંત્રીશ્વરની પત્ની માનતી હતી.
રાજા કોપાયમાન થશે તો શું થશે, એની ચિત્તા મંત્રીશ્વરની. પત્નીનેય નથી, એ ઓછી વાત છે ? રાજા કોપાયમાન થશે તો કરી કરીને કરશે શું ? લઇ લેશે મંત્રિપણું, એ જ ને ? મંત્રિપણું જાય તો તેમાં નખ્ખોદ ન જાય. ધર્મ જાય તેમાં નખ્ખોદ જાય. આવી સમજ એના હૈયે હશે કે નહિ ? આ હુક્કી વાત ચાલે છે. મંત્રીશ્વરના હૈયે અને મંત્રીશ્વરની પત્નીના હૈયે શાની હુંફ હતી ? દેવપૂજા વગેરે એકાગ્ર મને શાત્તિથી કરવામાં કોની હંફ હતી ? મંત્રિપણા વગેરેની ? દુન્યવી અદ્ધિ-સિદ્ધિની ? કે, ધર્મની ? હુંફ તો ધર્મની જોઇએ ને ? અને, ધર્મની હુંફ હોય તો જ માણસ જે ધર્મ કરે તે સારી રીતિએ કરી શકે ને ?
સ. એટલે શ્રીમંતને બિચારા કહો છો ? ઘર, પેઢી, એ વગેરે ઠીક-ઠાક છે એની હુંફ જીવનારા