________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૧૩ સંસારની ક્રિયાઓ તજવા જેવી જ છે-એવો સંસાર પ્રત્યેનો વિરાગભાવ પણ એ આત્માઓમાં પ્રગટેલો જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ, તેમને તેમના અનન્તાનુબંધિ કષાયોનો ઉદય નહિ હોવાથી આવી ઉત્તમ દશાને પામેલા છે, પણ બાકીના ત્રણ પ્રકારના એટલે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન કષાયોનો ઉદય તો તેઓને છે જ, એટલે એ કષાયો પણ કામ તો કરે ને ? અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય હોય તો સખ્યદ્રષ્ટિ આત્માઓને પણ સંસારની ક્રિયાઓમાં તે ક્રિયાઓને કરવાજોગો રાગ તો થાય જ અને એ દ્રષ્ટિએ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની ક્રિયાઓ રાગથી કરે છે એમ પણ કહી શકાય, પણ સમ્યગ્દર્શન ગુણના યોગે એ રાગને મહત્વ મળતું નથી. અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય જેમ અવિરતિની ક્રિયાઓના રાગને જન્માવે તેમ આ રાગ અને આ ક્રિયાઓ પણ તજવા યોગ્ય જ છે-એવો ભાવ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે. અવિરત સખ્યદ્રષ્ટિ આત્માનો સંસારનો રાગ પાંગળો હોય છે અને મૃતધર્મ તથા ચારિત્રધર્મ વિષેનો એનો રાગ અતિશય પ્રબલ હોય છે, એટલે સખ્યદ્રષ્ટિ આત્માઓને પણ વિરાગી કહી શકાય. આમ છતાં પણ, કેવળ બહારની ક્રિયાઓને જોનારને સમ્યગ્દષ્ટિ આત્માના આ મનોભાવનો ખ્યાલ આવે શી રીતિએ ? રાગનો ભેદ એ માનસિક વસ્તુ છે અને માનસિક વસ્તુનો ખ્યાલ તો સાચા વિવેકિઓને જ આવી શકે ને ? છોડે એટલી બાંધે ઃ
સ. સમ્યગ્દષ્ટિ જીવોનો મૃતધર્મ તથા ચારિત્રધર્મનો રાગ એટલો બધો પ્રબળ હોય અને સંસારનો રાગ પાંગળો હોય, તો એ પાંગળા રાગને કાઢી નાખતાં સમ્યગ્દષ્ટિ આત્માઓને વાર લાગે જ નહિ ને ?