________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
અહીં તો જેવું બહારનું વર્તન, તેવો અન્તરનો પરિણામ-એવા શુદ્ધ આચારવાળા આત્માઓની અપેક્ષાએ વાત છે. માત્ર સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને સાંભળવાની ઇચ્છા હોય છે, ચારિત્રધર્મનો રાગ હોય છે અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ હોય છે. એની પાસેથી જો કોઇ વિરતિની એવી આશા રાખે કે- ‘આ આત્મા આટલી પણ વિરતિને નથી કરતો, તો એ સમ્યદ્રષ્ટિ શાનો ?' - તો એવી આશા રાખનારની એ આશા અસ્થાને છે. આ વિષયમાં સમજવું એ જોઇએ કે-જે કર્મના ક્ષોપશમથી સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે, તે જ કર્મના ક્ષયોપશમથી વિરતિગુણ પ્રગટી શકતો નથી અને એથી જેઓ ‘વિરતિ નહિ હોવાના કારણે જ સમ્યક્ત્વનો પણ અભાવ છે' -એવું કહે, તે ઉત્સૂત્રભાષી જ છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યા પછી જીંદગી પર્યન્ત પણ વિરતિને નહિ પામી શકનારા જીવો ય હોઇ શકે છે, કારણ કે-તેઓ પોતાના ચારિત્રમોહ કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમાદિને સાધનારા બની શકતા નથી. સમ્યગ્દર્શન અને શુશ્રુષા આદિ ગુણોના સંબંધમાં શંકાઓ અને તેનાં સમાધાનો :
૨૦૩
આવા વિવેચન વખતે, કયા કર્મના ક્ષયોપશમાદિથી કર્યું કાર્ય બની શકે છે, એ વસ્તુને જાણનારને એવો પ્રશ્ન કરવાનું મન થાય એ સંભવતિ છે કે
જો સભ્યદ્રષ્ટિ આત્માને ચારિત્રમોહનો ક્ષયોપશમ ન હોય, તો વિરતિ પણ ન હોય-એમ આપ કહો છો; તો આપ સમ્યદ્રષ્ટિ આત્મામાં શુશ્રુષાદિ ગુણો હોય છે-એવું પણ કહી શકો નહિ કારણ કે-શુશ્રુષાદિ ગુણો, એ જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી જ્ઞાનાવરણીય-કર્મના, ચારિત્રમોહનીયકર્મના તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમ વિના શુશ્રુષાદિ ગુણો
: