________________
૨૦૨
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ઉપયોગ કરે. ત્યાં એ ચૂકે તો એના હૈયાનો ઉજાસ પણ ભાગી જાય. આ વાતને યથાર્થપણે નહિ સમજનારાઓ, આજે સમ્યગ્દર્શનના નામે પાપથી વિરામ પામવાની વાતોનો અને અવિરતિને ટાળનારી ક્રિયાઓનો વિરોધ કરી રહ્યા છે. સંસાર, એ કાજળની કોટડી છે. સમ્યગ્દર્શનથી હૈયે ઉજાસ પ્રગટે છે. એ ઉજાસના યોગે જીવને કાજળની કોટડીમાં પણ કાજળથી લેપાયા વિના જીવવાની કળા હસ્તગત થાય છે, પણ એના હૈયામાં પ્રગટેલો ઉજાસ એને એમજ કહે છે કે-અહીં રહેવું એ સારું નથી. આથી જો શક્ય હોય છે તો તો તે નીકળવા માંડે છે અને તેવી શક્યતા. નથી હોતી તો તે એક તરફ તે શક્યતાને મેળવવાના પ્રયત્નમાં લાગે છે અને બીજી તરફ કાજળની કોટડીમાં પણ કાજળથી નહિ લેપાવાની કળાનો ઉપયોગ કરે છે. આવી દશામાં જો જરા પણ ગદ્દત થઇ જાય, તો કેવું પરિણામ આવે, એ વિચારવા જેવું છે. જુદાં જુદાં કર્મોના ક્ષયોપશમોનાં કાર્યો :
સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિ આદિની શુદ્ધ ક્રિયાવાળો જ હોવો જોઇએ, એવો નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ક્રમે કરીને શુદ્ધ આચારવાળો બનવાનો, એ નિશ્ચિત વાત છે; કારણ કે-એ પુણ્યાત્મા જે શુભ આત્મપરિણામને પામ્યો છે, તે શુભ આત્મપરિણામ નિર્મળ બનતે બનતે તથા શુશ્રુષાદિ ગુણો દ્વારા તે કર્મોના એવા ક્ષયોપશમાદિને સાધનારો બને છે, કે જેના યોગે તે શુધ્ધ ક્રિયાવાળો પણ બન્યા વિના રહે જ નહિ. વિરતિ અંગે અશુદ્ધ ક્રિયાના ત્યાગ તથા શુદ્ધ ક્રિયાના જ સ્વીકારને માટે જૂદા પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે અને સમ્યગ્દર્શન ગુણને માટે જૂદા જ પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે. જો કે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિએ એટલે માત્ર દ્રવ્યથી દેશચારિત્ર અને સર્વચારિત્રવાળા પણ હોઇ શકે છે; પણ