________________
ચૌદ ||સ્થાનિક ભાગ-૨
૨૦૧ જાય, અવિરતિના અને કષાયોના ધસારામાં જો આત્મા ઘસડાઇ જાય, તો એણે સાધેલા મિથ્યાત્વમોહના ક્ષચોપશમાદિને નષ્ટ થઇ જતાં પણ વાર લાગતી નથી. ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા આત્માનો સમ્યગ્દર્શન ગુણ નષ્ટ થતો નથી, પણ ક્ષાયોપથમિક સમ્યક્ત્વની તો વારંવાર જાવ-આવ થાય એય શક્ય છે. આથી સમ્યકત્વને પામેલા આત્માઓએ પોતાને તે શુભાત્મપરિણામને જાળવી રાખવાની જેમ કાળજી રાખવી જોઇએ. તેમ એના ઘાતક દોષોને હણવાની પણ કાળજી રાખવી જોઇએ. વિચારવું એ જોઇએ કે-જો કોઇક વખતે પણ ગાલ બની ગયા અને આત્માનો શુભ પરિણામ ચાલી ગયો, તો આપણી દશા શી થશે ? કાજળની કોટડીમાં નિર્લેપ રહેવાની કળા :
સમ્યગ્દર્શન ગુણ હોય તો આત્મા અવિરતિની દિક્યા કરતો થકો પણ નિર્જરા સાધી શકે છે-આવી વાતને જાણી આત્મા જો અવિરતિ આદિના ઘાત તરફ ઉપેક્ષાવાળો બને, તો એના સમ્યગ્દર્શન ગુણનો ઘાત થઇ જતાં વાર લાગે નહિ. કાજળની કોટડીમાં પેસવા છતાં પણ નિર્લેપ રહેવા જોગી દશા જેને પ્રાપ્ત થઇ હોય, તે જાણી-જોઇને કાજળની કોટડીમાં પેસવા જાય નહિ. માત્ર વાત એટલી જ કે-કર્મ ધક્કો મારીને કાજળની કોટડીમાં પેસાડે, ત્યારે આ પુણ્યવાન એવો સાવધ રહે કે-કાજળથી એ જરાય લેપાય નહિ. કર્મના ધક્કાને એ એવી રીતિએ નિળ કરે. પણ આવી કોટડી ગમે કોને ? જેનું હૈયું કાજળથી રંગાએલું હોય તેને ! જેના હૈયામાં ઉજાસ પ્રગટ્યો છે, તેને તો કાજળની કોટડીમાં રહેવાનું ય ગમે નહિ અને એમાં પેસવાનુંય ગમે નહિ. હૈયામાં ઉજાસ પ્રગટવા છતાં પણ એને કાજળની કોટડીમાં રહેવું પડે અગર કાજળની કોટડીમાં જવું પડે એ શક્ય છે અને એ વખતે તે પોતાની કાજળની કોટડીમાં પણ નિર્લેપ રહેવાની કળાનો