________________
ચૌદ [Pસ્થાનિક ભાd-૨
૧૯૯
પૂજા નહિ કરનારાની સંખ્યા વધારે છે અને પૂજા કરનારાઓમાં પણ પોતાના વિભવાનુસાર તો ઘણા જ થોડા છે. તમે વિચાર કરો કે- તમારો ઘરખર્ચ કેટલો અને તમારો પૂજાને અંગેનો ખર્ચ કેટલો ? જેઓ સાવ દરિદ્રી છે અને પોતાનું તથા પોતાનાં સ્વજનાદિનું ભરણપોષણ પણ મુશ્કેલીએ કરે છે, એવાને માટે આ વાત નથી. એવાઓ પણ અવસરે અવસરે જે કાંઇ સારાં દ્રવ્યો મેળવી શકે, તેનાથી પૂજા કરી લે એય ઓછું નથી. વિભાવરહિત શ્રાવકોને માટે તો ઉપકારિઓએ માવ્યું છે કે-એવો શ્રાવક તો પોતાને ઘેર જ સમાયાકિ લે અને તે પછી તેને જો કોઇનું બાધા ઉપજાવે તેવું દેવું ન હોય અથવા તો તેવો કોઇની સાથે વિવાદ ન હોય, તો ઇર્યાસમિતિ આદિનું પાલન કરતો થકો તે શ્રાવક સાધુની પેઠે ભાવપૂજાને અનુસરતા વિધિથી મંદિરે જાય. પોતાની પાસે પુષ્પ આદિ સામગ્રી નહિ હોવાથી તે દ્રવ્યપૂજા કરવાને અસમર્થ છે, આમ છતાં પણ તે જ ભગવાનને માટે ક્લ ગુંથવા વિગેરે કરી શકતો હોય અને તેવી સામગ્રી મંદિરમાં હોય, તો એ સામાયિકને યથાવસરે પાળીને કુલ ગુંથવા વિગેરેનું કાર્ય કરવા દ્વારા દ્રવ્યપૂજાનો લાભ મેળવે. જેઓ આવા વિભાવરહિત હોય, તેમને શું કહેવાનું હોય ? પણ તમે તો એવા લાગતા નથી. આજે તમારા સારા સ્થાને જવાનાં કપડાં કેવાં અને પૂજા કરવાનાં કપડાં કેવા ? તેય કેટલાકની પાસે તો નહિ હોય. દેહરે નાહીને દેહરે રહેતાં વસ્ત્રો પહેરનારા તથા તે પણ જેમ તેમ પહેરીને પછી જેમ તેમ ફેંકીને ચાલ્યા જનારાઓની સંખ્યા વધતી જ જાય છે. જેને સર્વાદરપૂર્વક શ્રી જિનપૂજા કરવી હોય, તે પોતાની સ્થિતિને છાજતી. રીતિએ શ્રી જિનમન્દિરે જાય અને પોતાની સામગ્રીથી જ ભગવાનની પૂજા કરે. એની પૂજાની સામગ્રી કેવી હોય ? પોતાની સ્થિતિને અનુસારે પોતે જે ઉત્તમોત્તમ દ્રવ્યો લાવી શકે, તે લાપ્પા વિના રહે નહિ. એવાં દ્રો અહીં મળતાં હોય, બીજે મને ' .