________________
_
_
_
_
_
_ _
_
_
_
_
_
_
૧૯૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સદ્યોગોથી પ્રાપ્તિ કરાવનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વ આદર પૂર્વક સેવા કરવાની પ્રેરણા કોને કરવી પડે ? ભુલેચૂકે પણ એનો અનાદર થઇ જાય નહિ, એની કાળજી રાખવાનું કોને કહેવું પડે ? જે આત્માને એ તારકની પિછાન થઇ હોય, તેને તો સ્વાભાવિક રીતિએ જ એમ થાય કે- “આવા ઉપકારિની મારે સર્વાદર પૂર્વક જ સેવા કરવી જોઇએ.” એને જો કોઇ એમ કહે કેભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવા સર્વાદરપૂર્વક કરવી જોઇએ.” -તો એ વાત ઝટ એને ગળે ઉતરી જાય. એને એમ જ થાય કે
બરાબર છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું દર્શન, એ તારકનું પૂજન અને એ તારકને વન્દન આદિ સઘળુંય સર્વાદરપૂર્વક જ કરવું જોઇએ.” જેમનો ઉપકાર એવો છે કે-આપણે જો કૃતજ્ઞા હોઇએ, એ ઉપકાર જો આપણને સમજાયો હોય અને એ ઉપકારને આપણે જો ધ્યાનમાં રાખીએ, તો આપણા ઉપરના ભગવાન શ્રી જિનેશ્વરદેવોના અનુપમ, અજોડ અને જેનો બદલો વાળી શકાય તેમ છે જ નહિ-એવા ઉપકારના સ્મરણાદિ તરીકે પણ આપણે સર્વાદરથી પૂજા કરવી જોઇએ. એ પૂજાનું આપણને કાંઇ પણ ફ્લ મળે તેમ ન હોય, તો પણ આપણે કૃતજ્ઞ હોઇએ, તો આપણે તે કર્યા વિના રહી શકીએ નહિ; જ્યારે અહીં તો પૂજાથી ફ્લ પણ અજોડ જ મળે છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને માનવાનો દાવો કરનારાઓ જો પોતે ગૃહસ્થાવાસમાં હોવા છતાં પણ એ તારકોની સર્વાદરથી દ્રવ્યપૂજા કરવાથી વંચિત રહેતા હોય, તો એ તેઓની જેવી -તેવી કમનશિબી નથી. તેઓ પોતાની જાતને કૃતજ્ઞ તરીકે ઓળખાવવાને માટે પણ લાયક નથી, એમ આપણે હિતબુદ્ધિથી જ પણ ભારપૂર્વક કહેવું પડે. વિભવાનુસાર શ્રી જિનપૂજા ક્રનારા કેટલા?
જૈનકુળમાં જન્મેલાઓમાં પણ આજે પૂજા કરનારા કરતાં