________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
રાજાની અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની તો સરખામણી થઇ શકે તેમ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવ તો સંસારના સર્વ યોગ્ય જીવોના ત્રણે કાળના યોગ-ક્ષેમને કરનારા નાથ છે. રાજા તો આપી આપીને પણ શું આપે ? એના રાજ્યથી વધારે આપવાની શક્તિ તો એનામાં નથી ને ? રાજા જે કોઇ એની ભાવથી સેવા કરે, તેના ઉપર, પ્રસન્ન જ થાય અને પ્રસન્ન થઇને પણ તે ઇચ્છિત આપી જ દે, એવો નિયમ નથી. તમે રાજાની ગમે તેટલા સારા ભાવથી સેવા કરી હોય, પણ રાજાના મગજમાં જો ઉંધું ભૂંસ ભરાઇ જાય, તો ગમે તેવા સારા સેવકને પણ એ ચગદી નાખે. રાજા કદાચ પ્રસન્નથાય અને કદાચ ઇચ્છિત પણ દઇ દે, તોયે તે તમારી પાસે જીંદગીભર રહેશે તેની ખાત્રી નહિ અને કદાચ તે જીંદગીભર રહે તોય તે અહીં રહે અને તમારે હાલતા થવું પડે. જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવા જો ભાવપૂર્વક કરી હોય, તો તે કદી પણ નિષ્ફળ જાય નહિ. એ તારકની સેવાના પ્રતાપે ઉત્તરોત્તર અભ્યુદય જ થાય. એ તારકની સેવા ભાવપૂર્વક કરનારનો આ લોક અને પરલોક ઘણો સારો હોય અને અન્તે તો એ શ્રી જિનપૂજા, શ્રી જિનસેવકને, શ્રી જિનના જેવા જ પરમ સ્વરૂપને પમાડ્યા વિના પણ રહે નહિ.
અજોડ ઉપકાર અને અજોડ
પૂજાફલ
૧૯૭
જેમનો ઉપકાર એવો છે કે-બીજાનો ગમે તેવો મોટામાં મોટો ઉપકાર પણ જેની હરોલમાં આવી શકે નહિ તેમજ જેમનો ઉપકાર એવો સર્વવ્યાપક છે કે-બીજા ગમે તેવા સમર્થથી પણ એવો સર્વવ્યાપક ઉપકાર થઇ શકે નહિ અને જેમની પૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો પૂજક આ લોકમાં પણ સમાધિસુખને પામે, પરલોકમાં પણ ગૌરવપૂર્ણ ભોગોને પામે અને અન્તે અક્ષયસુખને પામે-આવા ઉપકારી અને સેવકને આવા ફ્લુની સેવકના જ