________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
/ ૧૯૫ જ કરવાનું વિધાન છે. આથી સર્વ ગૃહસ્થોએ નિરાશસભાવે અને બાહ્યાભ્યત્તર આદરપૂર્વક જ ભગવાનશ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા કરવી જોઇએ. રાજાની પાસે થાય છે તેવુંય વિનયાચરણ શ્રી જિનની પાસે થાય છે ખરું?
આજે શ્રી જિનપૂજાના વિષયમાં આદરભાવને અંગે ઘણી મોટી ખામી જણાય છે. શ્રી જિનપૂજાના વિષયમાં આજે ઘણો અનાદરપૂર્ણ વર્તાવ થઇ રહ્યો છે. સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે-જેના આદરથી લાભ મોટો, તેના અનાદરથી હાનિ મોટી. આ વાત તમે સમજતા નથી, એવું નથી જ. હૃદયમાં જેને માટે દુર્ભાવ હોય અગર હૃદયમાં જેને માટે સારો ભાવ ન હોય, એવા પણ અમલદાર વિગેરેની પાસે તથા રાજા વિગેરેની પાસે તમે કેવો વિનયયુક્ત મર્યાદાશીલ વર્તાવ રાખો છો, એ જાણનાર કોઇ પણ માણસ તમને પ્રાયઃ વ્યવહારદક્ષ જ કહે. રાજાની પાસે જવું હોય ત્યારે કાળજી કેટલી ? જે સમય નક્કી કરેલો હોય, તેનાથી વહેલા કે મોડા થવાય નહિ. વહેલા થાય તો બહાર રહે, પણ અંદર પેસે નહિ. કોઇ વખતે નિરૂપાય દશામાં મોડું થઇ જાય, તો એને માટે કેટકેટલી વાતો ગોઠવી રાખે. ત્યાં જવાને માટે શરીરને એવું સ્વચ્છ કરી લે કે-ક્યાંય મેલ દેખાય નહિ અને ક્યાંયથી દુર્ગધ આવે નહિ. કપડાં સારી જાતનાં પહેરે, સ્વચ્છ પહેરે, જેવી રીતિએ એ કપડાંને પહેરીને રાજા પાસે જવાતું હોય તેવી રીતિએ પહેરે અને પોતાની જે જાતિની ગણત્રી ગણાતી હોય તે ગણત્રીને છાજે તેવાં કપડાં પહેરે. ત્યાં પહોંચ્યા પછીથી પણ દરવાજામાં સાવધાનીથી અને વિનયમય ચાલથી પેસે. તેમાંય સામે જો રાજા હોય તો તો પૂછવું જ શું? રાજાને દેખતાની સાથે જ માથું નમવાને અને હાથ જોડાઇ જવાને તૈયાર જ હોય. રાજાની પાસે પહોંચ્યા