________________
૧૯૪
ચોદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – પરિણામોથી શ્રી જિનપૂજાની જે શુભ પ્રવૃત્તિ થાય, તે તેમને ઉત્તરોત્તર સારો લાભ આપ્યા વિના પણ રહે નહિ. સાચો આદરભાવ જોઇએ :
તમે કાંઇ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોથી સર્વથા અજ્ઞાન નથી. જૈન કુળમાં જન્મેલાઓ ભગવાન શ્રી જિનેશ્વર દેવોના ગુણોથી સર્વથા અજ્ઞાન હોય, એવું તો ભાગ્યે જ બને; પણ જ્ઞાન રૂચિપૂર્વક કેટલું છે, એ વિચારવાનું રહે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણો વિષે જેટલું જ્ઞાન થયું, તે હૈયે રૂચવું જોઇએ ને ? એ ગુણો ગુણ તરીકે લાગવા જોઇએ ને ? જેમકેભગવાન શ્રી અરિહંતદેવો એ મોક્ષમાર્ગના દાતા તરીકે પરમ ઉપકારી છે, એમ જાણ્યું; પણ જ્યાં સુધી મોક્ષમાર્ગ પ્રત્યે આદરભાવ પ્રગટે નહિ, ત્યાં સુધી મોક્ષમાર્ગના દાતાર તરીકે એ તારકો પ્રત્યે આદરભાવ પ્રગટે શી રીતિએ ? અને એ વિના એ જ્ઞાન રૂચિવાળું બને શી રીતિએ ? જેનામાં મોક્ષમાર્ગની રૂચિ થવા જોગી લાયકાત ન હોય, તેને એ તારકોના માર્ગદાતા તરીકેના પરમ ઉપકારની વાત રૂચે શી રીતિએ ? આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોનું જે કાંઇ જ્ઞાન હોય, તેને રૂચિપૂર્વકનું બનાવવું જોઇએ. એ તારકો પ્રત્યે અત્તરમાં આદરભાવ પ્રગટે અને એથી જો એ તારકોની સ્થાપનાની પૂજા કરવાનું મન થાય, તો એ પૂજા કદી પણ આદિરવિહીન હોય નહિ. આજે પૂજા કરનારા કેટલા અને પૂજા કરનારાઓમાં પણ આદરપૂર્વક પૂજા કરનારા કેટલા ? અંદર સાચો આદરભાવ ન હોય, તે છતાં પણ બાહ્ય આદર ઘણો મોટો હોય એય સંભવિત છે. સ્વાદિને વશ બનેલાઓ પોતાના સ્વાર્યાદિની સિદ્ધિને માટે દુર્ગુણવાળાની પણ મહા ગુણવાન તરીકે થાય તેવી પૂજા ઘણા આદરપૂર્વક કરે છે, પણ ઉપકારિઓ તેવા આદરની વાત કરતા નથી. શ્રી જિનપૂજા પણ આશંસાથી રહિતપણે