________________
૨૦૦
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ અને બીજેથી તે દ્રવ્યોને મંગાવવાની સ્થિતિમાં તે હોય, તો એવાં દ્રવ્યો એ બીજેથી પણ મંગાવે આ પ્રમાણે કરે તો જેમ જેમ એ પુષ્પાદિથી શ્રી જિનપૂજા કરતો જાય, તેમ તેમ તેનો ભાવ વધતો જાય એ સ્વાભાવિક જ છે. એ વખતે ભાવ વધતે વધતે એ પુણ્યાત્મા મનોયોગની પ્રધાનતાવાળી નિર્વાણ સાધની પૂજાને કરનારો પણ બની જાય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. સમ્યગ્દર્શન યોગે ચિત્તશુદ્ધિ
સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માઓ શ્રી જિનવચનની સાચી આસ્તિક્તાને પામેલા હોય છે, તેઓ મોક્ષના રસિક હોવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શન ગુણને ધરનારા પુણ્યાત્માની ચિત્તશુદ્ધિ વિષય-કષાયના ઝંઝાવાત વખતે પણ ઘણું જ સુન્દર , કામ આપે છે. અવિરતિથી અને અનન્તાનુબન્ધી સિવાયના કષાયોથી એ પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ બને એ શક્ય છે, પણ એ રીતિએ પોતાનું ચિત્ત જે સમયે સંક્ષુબ્ધ બન્યું હોય તે સમયે પણ જો તેઓ ઉપયોગશૂન્થ નથી હોતા, તો તેઓ પોતાનાં ચિત્તની એ સંક્ષુબ્ધતા ઉપર સુન્દર કાબૂ રાખી શકે છે. આપણે જોઇ આવ્યા છીએ કે-સમ્યક્ત્વ, એ શુદ્ધ આત્મપરિણામ રૂપ છે અને આત્માના એ શુભ પરિણામને જો જાળવતાં આવડે, તો આત્માનો એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમોહ કર્મ જોરદાર હોય અને એથી અનન્તાનુબંધી સિવાયના કષાયો પણ જોરદાર હોય, તે છતાં પણ જો સમ્યક્ત્વ રૂપ શુભા આત્મપરિણામ આત્મામાં વિદ્યમાન હોય, તો એ પરિણામના બળે પણ આત્મા ઘણી નિર્જરાને સાધનારો બને છે; પણ એ આત્માની એ ઉપયોગયુક્ત દશા પણ ભૂલવા જેવી નથી. અવિરતિના અને કષાયોના જોરદાર ઉદય વખતે આત્મા જો ઉપયોગશૂન્ય બની