________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૦૯ – – – – – – – – – – – – – – – – – – – – –– કારણના યોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા જીવાદિ તત્વભૂત પદાર્થોનું શ્રદ્વાન. આવી તત્વરૂચિ જન્મે, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ : કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલું તત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યગ્દષ્ટિ આત્મા સબોધ મેળવવાને ખૂબ જ આતુર હોય છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તો સબોધનું અવધ્ય કારણ છે; આથી સખ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યગ્દષ્ટિ આત્માઓની ઇરછા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે કામી આત્માઓને ગીતના શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સખ્યદ્રષ્ટિ અત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાન્તાથી પરિવરેલો-એવા કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ કિન્નરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સખ્યદ્રષ્ટિનો ચારિત્રધર્મનો રાગ :
સખ્યદ્રષ્ટિ આત્માઓને જેમ શ્રુતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સચદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યગ્દષ્ટિ આત્માઓના