________________
૧૯૨
ચૌદ વણસ્થાનક ભાગ-૨ કરીને જ પ્રગટ થાય છે. શ્રી જિનપૂજાના યોગે જીવ એ ક્રમને પામી જાય છે અને એ ક્રમને પામેલો આત્મા પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિને અવશ્યમેવ પામે છે. આમ શ્રી જિનપૂજા પરંપરાએ પણ નિર્વાણની સાધક બની શકે છે અને એ કારણથી જ શાસ્ત્રકાર પરમર્ષિએ મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજાને નિવર્ણિસાધન તરીકે ઓળખાવી છે. એ પૂજામાં આત્મા. પરમાત્મસ્વરૂપની પૂજાની પ્રધાનતાવાળો હોય છે. એનું લક્ષ્ય માત્ર આત્માના અજર-અમરપણા તરફ હોય છે. અનિમ સદબોધ :
આ રીતિએ શ્રી જિનપૂજાના ફ્લને વર્ણવીને અને એ ફ્લની પ્રાપ્તિના વિષયમાં નિઃશંક બનાવીને, શાસ્ત્રકાર પરમર્ષિ, આ. વિંશિકાના અન્ત ભાગમાં એટલે ઓગણીસમી ગાથામાં, ભવ્યા જીવોને શ્રી જિનપૂજા કરવાની પ્રેરણા કરતાં માને છે કે-આ શ્રી જિનપૂજા, એ સંસાર રૂપ સાગરને તરવાને માટે જહાઝ સમાન છે અને એ કારણથી સમજુ માણસે સઘળા આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરવી જોઇએ. આ પછી શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે કે-શાસ્ત્રોમાં દ્રવ્યપૂજાને અંગે જે કહ્યું છે તેમાંથી અહીં ટૂંકમાં દ્રવ્યપૂજા દર્શાવી છે અને ભાવપૂજા, કે જેને માટે મુખ્યત્વે ચતિઓ જ અધિકારી છે, તે યોગના અધિકારમાં કહીશું; એટલે કે-એ વાત સત્તરમી યોગ વિંશિકામાં આવશે. આમ કહીને શાસ્ત્રકાર પરમર્ષિએ આ આઠમી વિંશિકા સમાપ્ત કરી છે. પૂજામાં આદરભાવનું સૂચન :
પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ જેમ સર્વ આદરપૂર્વક શ્રી જિનપૂજા કરવાનું માવ્યું છે, તેમ બીજા પણ જે જે ઉપકારિઓએ શ્રી જિનપૂજાના સંબંધમાં વિવેચનાદિ કર્યું છે,