________________
૧૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ બહુમાન આવશ્યક છે, તેમ તેના વિધિ પ્રત્યેનું બહુમાન પણ આવશ્યક છે. વિધિ પ્રત્યે બહુમાન હોવા છતાં પણ અવિધિ થઇ જવાનો સંભવ ઓછો નથી, પરન્તુ લક્ષ્ય તો વિધિ મુજબ જ કરવાનું હોવું જોઇએ. વિધિ મુજબ કરવાનું લક્ષ્ય હોય તો વિધિને જાણવાનો પ્રયત્ન થાય, વિધિને જાણીને આચરવાનો પ્રયત્ન થાય, વિધિને આચરવાનો પ્રયત્ન કરવા છતાં પણ અવિધિ થઇ જાય તો તેનો પશ્ચાતાપાદિ થાય તથા અવિધિને ટાળવાનો શક્ય પ્રયત્ન થાય. અવિધિ થતો હોય ને કોઇ અવિધિદોષ બતાવે, તો તેથી ગુસ્સો આવે નહિ પણ આનંદ થાય અને વિધિપૂર્વક અનુષ્ઠાનને સેવનારાઓને જોઇને તેમની અનુમોદનાદિ કરવાનું મન થાય. શ્રી જિનપૂજાથી થતા લાભો
વિધિપૂર્વક શ્રી જિનપૂજા આદિ કરનારાઓને અનુપમ લાભોની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. પોતાના વિભવને અનુસારે ઉત્તમોત્તમ દ્રવ્યોથી, વિધિબહુમાનપૂર્વક અને ભાવશુદ્ધિપૂર્વક, આત્માઓ શાસ્ત્રે દર્શાવેલા વિવિધ પ્રકારોથી શ્રી જિનપૂજા કરે છે, તે આત્માઓ પોતાના સમ્યક્ત્વને નિર્મલ બનાવે છે તેમજ પોતાના ચારિત્રમોહનીય કર્મના અંતરાયને પણ છેદનારા બને છે. આવા જ હેતુથી યથાવિધિ શ્રી જિનપૂજા કરવી જોઇએ. શ્રી જિનપૂજાના લાભોને વર્ણવતાં, આ જ વિંશિકામાં, શાસ્રકાર પરમર્ષિ
માવે છે કે-આ વિંશિકામાં ઉપર, બતાવેલી રીતિએ જે આત્માઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓ તેનું ફ્લ આલોકમાં પણ પામે છે, પરલોકમાં પણ પામે છે અને અન્તે સર્વોત્તમ ફ્લને પણ એટલે મોક્ષફ્લને પણ પામે છે. શ્રી જિનપૂજાના યોગે પાપનો ક્ષય થાય છે અને તેથી શ્રી જિનપૂજક આત્માને આ લોકમાં પણ સુન્દર સમાધિની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનપૂજાના યોગે પુણ્ય બંધાય છે અને તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે શ્રી જિનપૂજક