________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
૧૮૯ ધૂપ અને દીપ -એ પાંચ દ્રવ્યોથી કરાતી શ્રી જિનપૂજાને પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે. આવી રીતિએ, આઠ ઉપચારો પણ જૂદી જૂદી રીતિએ ગણાય છે. અષ્ટાંગ પ્રણિપાત અથવા તો પુષ્પાદિ આઠ વસ્તુઓથી કરાતી શ્રી જિનપૂજાને પણ અષ્ટોપચારવાળી શ્રી જિનપૂજા કહેવાય છે. સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ળ, નૈવેદ્ય, દીપ, નાટક, ગીત, આરતી વિગેરે ઉપચારોથી કરાતી શ્રી જિનપૂજા જેમ સર્વોપચારવાળી ગણાય છે; તેમ સર્વ બલ, સર્વ સમુદાય, સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા અને સર્વ આદરથી શ્રી જિનપૂજાને અર્થે જવાય, તેને પણ સર્વોપચાર વાળી શ્રી જિનપૂજા કહેવાય છે. વિધિબહુમાનની જરૂર
આમ તો શ્રી જિનપૂજાના વિષયમાં, શ્રી જિનમન્દિર બાંધવાના વિષયમાં, શ્રી જિનપ્રતિમા ભરાવવાના વિષયમાં અને શ્રી જિનપ્રતિમાની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવવાના વિષયમાં ઘણું ઘણું જાણવા જેવું છે અને શ્રાવકોએ તો ખાસ કરીને તેનો અભ્યાસ કરવો જોઇએ. શ્રાવકો જો સદગુરૂઓની નિશ્રાએ શ્રાવકોનાં કર્તવ્યો આદિના સંબંધમાં અભ્યાસ કરનારા બની જાય, તો જ જૈનસમાજ માટે સમુન્લલ પ્રભાતનું દર્શન શક્ય બને આજે તો શ્રી જિનપૂજા આદિમાં ખૂબ ખૂબ ઉપેક્ષાભાવ વધી ગયો છે; એથી ઘણાઓ તો શ્રી જિનપૂજા કરતા નથી અને જેઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓમાં પણ વિધિપૂર્વક શ્રી જિનપૂજા કરવાની વૃત્તિવાળા કેટલા છે, એ શોધવું પડે તેમ છે. એના યોગે આજ વહીવટમાં પણ અવિધિ પેસી ગયો છે. પૂજા અને વહીવટમાં અવિધિ હોય-એ એટલું બધું દુઃખદ નથી, કે જેટલું અવિધિનો જ આગ્રહ હોય એ દુખદ છે. એકેએક ધર્માનુષ્ઠાનને શ્રી વિનોક્ત વિધિથી આચરવાનો આપણને આગ્રહ હોવો જોઇએ. જેમ અનુષ્ઠાન પ્રત્યે