________________
૧૭૪
આ છ પદ અત્ર સંક્ષેપમાં જણાવ્યા છે. આઠમી વિશિંકામાં ઃ
ચૌદ મુણસ્થાનક ભાગ-૨
શ્રી વિંશતિઃ વિંશિકામાં, આઠમી વિંશિકા શ્રી જિનપૂજા સંબંધી છે અને એ કારણથી આ આઠમી વિંશિકાને ‘પૂજા-વિધિવિંશિકા' એ નામથી ઓળખવામાં આવે છે. સદ્ધર્મવિંશિકા નામની છઠ્ઠી વિંશિકામાં, શાસ્રકાર પરમર્ષિએ, સમ્યગ્દર્શનના પાંચ લિંગોનું પશ્ચાનુપૂર્વી ક્રમથી વર્ણન કરેલું છે, જે આપણે વિચારી આવ્યા છીએ. સમ્યગ્દર્શનનાં પાંચ લિંગો પૈકી પ્રધાનતા ઉપશમલક્ષણની છે, કે જે પાંચમું લિંગ છે અને સમ્યદ્રષ્ટિ જીવને તેનાં પાંચ લક્ષણોની પ્રાપ્તિમાં પહેલી પ્રાપ્તિ આસ્તિકયલક્ષણની થાય છે, કે જે પહેલું લિંગ છે. સમ્યગ્દર્શનના આસ્તિકય લક્ષણની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર પરમર્ષિએ પણ ફરમાવ્યું છે અને બીજા ઉપકારિઓએ પણ માવ્યું છે કે
"मन्नइ तमेव सच्चं निस्सकं जं जिणेहिं पण्णत्तं । " એટલે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માવ્યું છે તે જ સત્ય છે, એટલું જ નહિ પણ તે એવું સત્ય છે, કે જેમાં શંકાને અવકાશ જ નથી. આવી માન્યતા સમ્યદ્રષ્ટિ આત્માઓની હોય છે. આ સંસારમાં એક માત્ર તે જ સાચું છે, તે નિઃશંક સત્ય છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપ્યું છે. સઘળીય ધર્મભાવનાને અને સઘળીય ધર્મક્રિયાઓને સારી રીતિએ સફ્ટ કરવાને માટે, આવા પ્રકારની માન્યતાની જરૂર છે-એમ નહિ, પણ આવી માન્યતાની અનિવાર્યપણે જરૂર છે. આ માન્યતા આવ્યા પૂર્વેની
સઘળી જ ધર્મભાવનાઓ અગર ધર્મક્રિયાઓ સામાન્ય રીતિએ
નિલૢ જ છે-એવું નથી; આ માન્યતા આવ્યા પૂર્વેની ધર્મભાવનાઓ અને ધર્મક્રિયાઓ પણ સમ્યગ્દર્શન ગુણને પામવામાં સહાયક બનનારી તથા સમ્યગ્દર્શન ગુણને પમાડનારી બની શકે છે; મોક્ષનું