________________
૧૭૭
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ અપકાર કરનાર ઉપર પણ ઉપકાર થયા વિના રહે જ નહિ-એવો ઉપાય જગતના જીવો સમક્ષ રજૂ કર્યો. નિષ્કારણ વાત્સલ્યનો આ અવધિ છે. જગતમાં બીજે ક્યાંય આવા નિષ્કારણ વાત્સલ્યનો જોટો મળી શકે જ નહિ. જગતનો કઇ પણ જીવ એ તારકના ઉપકારમાંથી બાતલ નહિ.
એ તારકે જ્યારે એ ઉપાસનું પોતે સેવન કર્યું, ત્યારે પણ એ તારકે સર્વ જીવોને અભયદાન દેવા દ્વારા સર્વ જીવો ઉપર ઉપકાર તો કર્યો જ હતો, પણ એ ઉપાયનું જગતને દર્શન કરાવીને તો એ તારકે જગતના સઘળાય જીવો ઉપર અનુપમ અને અજોડ કોટિનો ઉપકાર કયો. સાતમી દાનવિધિ-વિંશિકામાંના અભયદાનના પ્રસંગમાં આપણે આ વાત પણ વિચારી હતી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ દુઃખથી છૂટવાનો અને સુખને પ્રાપ્ત કરવાનો જે ઉપાય દર્શાવ્યો છે, તે ઉપાયને સેવનાર તો દુઃખથી છૂટે અને સુખને પામે જ પણ એ ઉપાયને સેવનાર તરફ્લી જગતના જીવોને જે હાનિ આદિ થતું હતું તેય અટકી જાય; એટલે એ ઉપાય દ્વારા, એ ઉપાયને નહિ સેવનારાઓ ઉપર પણ ઉપકાર થયા વિના રહે જ નહિ. આવા નિષ્કારણવત્સલ અને કલ્યાણને દેનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવોને, જે કોઇ એ તારકોના સાચા સ્વરૂપે પિછાની શકે, તે આત્માઓને એ તારકો પ્રત્યે કેવો બહુમાન ભાવ જાગે, એ શબ્દોથી વર્ણવી શકાય નહિ. એને વારંવાર એમ પણ થાય કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જો આવો પરમ કલ્યાણનો ઉપાય બતાવ્યો ન હોત, તો અનન્તાનન્ત કાળથી દુઃખમાં સબડતા એવા મારૂં અને જગતના જીવોનું થાત શું ? એ તારકોએ બતાવેલો ઉપાય ન હોત, તો કોઇ પણ જીવ સ્વ-પરનું કલ્યાણ સાધત શી રીતિએ ? એ તારકનો ઉપકાર કેવો ? જે ઉપાય એ તારકોએ બતાવ્યો, તેનું આચરણ પહેલાં પોતે કર્યું. એ ઉપાયને આચરીને પહેલાં પોતે વીતરાગપણાને અને સર્વજ્ઞપણાને પામ્યા. આ રીતિએ