________________
૧૮૨
થાક ભાવ- ૨
સમ્યગ્દર્શન ગુણથી આગળ વધીને ઉત્તર ગુણોને ધરનારા બનેલા આત્માઓને અને ત્રીજી પૂજા પરમ શ્રાવકોને હોય છે -એ વિગેરે
માવીને શાસ્ત્રકાર પરમર્ષિએ ગ્રન્થિ-આસન્ન જીવોને આ પૂજા ધર્મમાત્રáા છે એ વિગેરે માવ્યું છે. પૂજાના પંચોપચારયુક્તા, અષ્ટોપચારયુક્તા તથા સર્વોપચારયુક્તા એમ ત્રણ પ્રકારો છે તેમજ એક જિન, ચોવીસ જિન અને એકસો ને સીત્તેર એટલે ઉત્કૃષ્ટપણે વિહરમાન સર્વ જિનોની પૂજા હોય છે. આગળ જતાં પૂજા ને માટે ન્યાયોપાર્જિત દ્રવ્યને ભાવથી શોધવાનું માવ્યું છે અને એથી પૂજાની જે શુદ્ધિ થાય છે તે તથા તે ઇષ્ટદ્યને દેનારી થાય છે તે જણાવ્યું છે. પછી ભગવાનની સ્થાપનાનો વિષય જણાવીને મન:સ્થાપનાના લાભને પણ પ્રશસ્ત જણાવ્યો છે. આમ અનેક પ્રકારે શ્રી જિનપૂજાને અંગેનું સૂચન કર્યા બાદ, અન્ત ભાગમાં આવતાં શાસ્ત્રકાર પરમર્ષિએ શ્રી જિનપૂજાના ફ્લનું વર્ણન કર્યું છે અને સર્વ આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સ્થાપનાની પૂજા કરવાનો ઉપદેશ આપ્યો છે. ક્રયાદિની પ્રધાનતાવાળી ત્રિવિધ પૂજા :
આ આઠમી વિંશિકામાં શાસ્ત્રકાર પરમર્ષિએ જેમ કાયયોગની પ્રધાનતાવાળી, વાગ્યોગની પ્રધાનતાવાળી અને મનોયોગની પ્રધાનતાવાળી-એમ પૂજાના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે; તેમ તેઓશ્રીએ પોતાના રચેલા શ્રી ષોડશક નામના ગ્રન્થમાં પણ શ્રી જિનપૂજા-ષોડશકમાં કાયા, વચન અને મનના યોગની પ્રધાનતાવાળી ત્રણ પ્રકારની પૂજાનું વર્ણન કરેલું છે. આ વિંશિકામાં કાયાના યોગની પ્રધાનતાવાળી પૂજાને “સમસ્ત ભદ્રા' એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની વિજ્ઞોપશમની' સંજ્ઞા કહી છે; આ વિંશિકામાં વાગ્યોગની પ્રધાનતાવાળી પૂજાને “સર્વમંગલા' એવી સંજ્ઞા આપવામાં આવી