________________
–
–
––
ચૌદ વણસ્થાનક ભાગ-૨
૧૮૧ બને; પણ સર્વને માટે એ શક્ય નથી. એવાં અનેક કારણો હોય છે, કે જે કારણોને લીધે, સમ્યગ્દષ્ટિ આત્મા સર્વવિરતિવાળા આજ્ઞામય જીવનનો અભિલાષી હોવા છતાં પણ, એ જીવનને સ્વીકારી શકે નહિ. એને એ જીવનને પામવાની ઇચ્છા હોય, પણ તેવા પરિણામો તેનામાં પ્રગટી શકે નહિ. એ શક્ય છે ? કારણ કેસખ્યદ્રષ્ટિ એવા પણ આત્માઓને ગાઢ ચારિત્રમોહ કર્મના ઉદય યોગે વિરતિના પરિણામો અંગે પણ ન પ્રગટે, તો એય બનવાજોગ વસ્તુ છે. આથી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં જેઓ સર્વવિરતિને સ્વીકારવાની શક્યતાવાળા નથી હોતા, તેઓ ગૃહસ્થપણે રહે છે; પણ ગૃહસ્થપણે રહેલા તેઓ હરેક શક્ય રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ કરવાની ભાવનાવાળા તો હોય જ છે. આઠમી વિંશિામાં સૂચવાએલી વિવિધ વાતો
આ આઠમી વિંશિકામાં શાસ્ત્રકાર પરમર્ષિએ દેવની પૂજાના દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારો પૈકી દ્રવ્યપૂજાનો અધિકાર વર્ણવ્યો છે. દેવપૂજાના દ્રવ્ય અને ભાવ, એ બે પ્રકારો પરસ્પર સંબંધવાળા છે. દ્રવ્યયુક્ત ભાવપૂજા અને ભાવયુક્ત દ્રવ્યપૂજા પણ હોય છે. તત્ત્વથી એમાં પ્રધાન-ગૌણભાવ પણ છે. ગૃહસ્થોની પૂજામાં દ્રવ્યપૂજાની પ્રધાનતા ગણાય છે. ગૃહસ્થોને પણ તેવા કોઇ અવસર વિશેષ ભાવપૂજાની પ્રધાનતા હોઇ શકે છે. દેવપૂજાના દ્રવ્ય-ભાવ ભેદની, એના પારસ્પરિક સંબંધની અને તેના પ્રધાન-ગૌણ ભાવની સૂચના કર્યા બાદ, શાસ્ત્રકાર પરમર્ષિએ પહેલી દ્રવ્યપૂજા ગૃહસ્થોને ભાવભેદે ત્રણ પ્રકારની હોય છે, એમ માવીને કાયયોગની પ્રધાનતાવાળી, વચનયોગની પ્રધાનતાવાળી અને મનોયોગની પ્રધાનતાવાળી પૂજા-એમ પૂજાના ત્રણ પ્રકારો માવ્યા છે. આ ત્રણ પ્રકારની પૂજામાં પહેલી પૂજા સમ્યગ્દષ્ટિઓને, બીજી પૂજા