________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૧૭૯ આવા અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા દ્રવ્યથી અને ભાવથી-એમ બન્ને પ્રકારે કરવી જોઇએ. શ્રી જિનપૂજા, એ સમ્યકત્વને નિર્મલ બનાવનારી છે અને આત્માના ગાઢ એવા પણ ચારિત્રમોહનીય કર્મને તોડનારી છે. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેના રાગથી ઓતપ્રોત હૈયાવાળો બની જાય છે. એનું ચાલે તો એ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના નામનું સ્મરણ એક ક્ષણને માટે પણ છોડે નહિ. એનું દિલ એ જ કહે કે- “હવે મારું જીવન આ તારકની આજ્ઞામય બની જવું જોઇએ.” સંસારનો સર્વ પ્રકારે ત્યાગ કરીને, ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાઓથી જ ઓતપ્રોત-એવું સંયમી જીવન જીવાવું એ જો પોતાને માટે શક્ય હોય, તો તો એ આત્મા બીજા જીવનને જીવવાનો વિચાર જ કરે નહિ. એ માને કે-આજ્ઞાની આરાધના જેવી અન્ય કોઇ આરાધના નથી. એને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યભક્તિ ગમે ખરી, પણ એકાન્ત આજ્ઞારાધન સ્વરૂપ ભાવભક્તિ કરવાને માટે દ્રવ્ય આદિનો ત્યાગ એ આવશ્યક છે અને દ્રવ્ય આદિનો ત્યાગ કરનાર જો દ્રવ્યભક્તિ કરવાને માટે પણ દ્રવ્યાદિને મેળવવા આદિનું કરે, તો તેથી એનો દ્રવ્ય આદિનો કરેલો ત્યાગ ભાંગે અને એથી ભગવાનની આજ્ઞા પણ ભાંગે, એ માટે જ એ એકલી ભાવ-ભક્તિમાં પોતાના ચિત્તને પરોવે. આમ હોવા છતાં પણ એકાન્ત આજ્ઞામય સંયમી જીવનને પામેલા મહાપુરૂષો પણ, ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યભક્તિનો ઉપદેશ પણ આપી શકે છે અને ગૃહસ્થો દ્વારા ઉત્તમ પ્રકારે કરાતી દ્રવ્યભક્તિની અનુમોદના પણ કરી શકે છે. સમ્યગ્દર્શન ગુણને પામવાથી, અન્તઃકરણ જ એવાં બની જાય છે કે-એ અન્તઃકરણોમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોની વિધિ મુજબની ભક્તિ કરવાનો તલસાટ પેદા થયા વિના રહે નહિ. એથી જ એ આત્માઓ સૌને જિનભક્ત બનેલા જોવાને ઇચ્છે છે અને જે કોઇ આત્મા ઉત્તમ