________________
૧૮૩
આ ત્રણેય મોડશકમાં તેની સંજ્ઞા આપવા
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની “અભ્યદયપ્રસાધની' સંજ્ઞા કહી છે; અને આ વિંશિકામાં મનોયોગની પ્રધાનતાવાળી પૂજાને “સર્વસિદ્વિફ્લા” એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની “નિવણસાધની' સંજ્ઞા કહી છે. આ ત્રણેય પ્રકારની પૂજાઓ પોતપોતાના નામ મુજબ ફ્લને દેનારી છે. જેવું તેનું નામ છે, તેવું તેનું ફ્લ છે. વિચાર કરીએ તો આપણને લાગે કે-આ વિંશિકામાં અને શ્રી જિનપૂજા-ષોડશકમાં કાયાદિયોગસારા ત્રણ પ્રકારની પૂજાઓને જૂદી જૂદી સંજ્ઞાઓ આપેલી છે, તેમ છતાં પણ તે એક જ પ્રકારના અર્થને જણાવનારી છે. સમન્વભદ્રા કહો કે વિજ્ઞોપશમની કહો સર્વમંગલા કહો કે અભ્યદયપ્રસાધની કહો અને સર્વસિદ્વિદ્યા કહો કે નિર્વાણસાધની કહો, પણ અર્થની અપેક્ષાએ તેમાં ભિન્નતા નથી પણ એકતા છે. બહુમાનભાવના યોગેઃ
ગૃહસ્થોએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પુષ્પાદિથી પૂજા કરવાની હોય છે. શ્રી જિનપૂજા કરવાને માટે ઉત્તમોત્તમ સામગ્રીને મેળવીને, તેનો શ્રી જિનપૂજામાં ઉપયોગ કરવાની ભાવના, શ્રી જિનના ભક્તમાં તો અવશ્ય હોય. સમ્યગ્દર્શન ગુણને પામેલો. આત્મા એવું માનનારો હોય છે કે- “આ જગતમાં ઉપકારિઓ તો અનેક છે અને હું ઘણા ઉપકારિઓના ઉપકાર નીચે છું, પરન્તુ આ સંસારમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવથી ચઢે એવો કોઇ જ ઉપકારી નથી અને બીજા સર્વ ઉપકારિઓના ઉપકારનો બદલો પણ હું આ તારકની આજ્ઞાને અનુસરવા દ્વારા જ વાળી શકું તેમ છું. આ ઉપકારિને યથાર્થપણે દ્રવ્યથી અને ભાવથી સેવવાથી હું સઘળાય ઉપકારિઓને સેવનારો બની શકું છું અને જો એકમાત્ર આ ઉપકારિને જ હું એવું નહિ અને બીજા બધાય ઉપકારિઓને એવું તો પણ એ રીતિએ હું બીજા ઉપકારિઓને સાચા રૂપમાં