________________
૧૮૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પ્રકારે વિધિ મુજબ શ્રી જિનભક્તિ કરે, તેને તે કરતો જોઇને તેઓ આનંદ અનુભવ્યા વિના રહી શકતા નથી. આમ હોવા છતાં પણ મુખ્યત્વે, સાધુઓને માટે ભાવ-ભક્તિનું અને ગૃહસ્થોને માટે દ્રવ્યભક્તિનું શ્રી જૈનશાસનમાં વિધાન છે. એનું કારણ એ છે કેસાધુઓએ દ્રવ્યનો સર્વથા ત્યાગ કરેલો છે, જ્યારે ગૃહસ્થોએ દ્રવ્યનો સર્વથા ત્યાગ કરેલો નથી. વળી દ્રવ્યભક્તિ પણ એ માટે જ છે કે-એ દ્વારા આત્માને એકાન્ત ભાવભક્તિની પ્રાપ્તિ થાય. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાવાસમાં ક્યારે રહે ?
સર્વવિરતિવાળું જીવન જ એકાન્ત આજ્ઞામય જીવન હોઇ શકે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ, જગતના જીવોને દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે મોક્ષને સાધવાનું માથું અને મોક્ષને સાધવાને માટે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવવાનું માથું, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન એક સાધુજીવન જ હોઇ શકે અને એવું સાધુજીવન સર્વવિરતિ વિના શક્ય નથી. એ સાધુજીવનમાં જે કાંઇ કરવાનું તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ જ કરવાનું. ખાવા-પીવાનું, પહેરવા
ઓઢવાનું અને સંયમનું તથા તપનું આચરણ કરવાનું-એ વિગેરે બધું જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ જ. જેમાં એ તારકોની આજ્ઞા ન હોય, એવું એ જીવનમાં થાય નહિ; કદાચ પ્રમાદાદિને વશ તેવું થઇ જાય, તો તે ભૂલ ગણાય અને તેને પ્રાયશ્ચિતથી શોધવું જોઇએ. આવું આજ્ઞાધીન જીવન જીવતે એવું જીવન પણ પ્રાપ્ત થાય કે-એ જીવનમાં આજ્ઞાની અપેક્ષા રહે નહિ અને તેમ છતાં પણ એ જીવન આજ્ઞાનુસારી જેવું જ હોય. આ કારણે, જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે અને એથી આ માર્ગનો જેને સુન્દર ખ્યાલ આવે છે, એ આત્માઓ જો પોતાની શક્તિ જૂએ તો એવા એકાન્ત આજ્ઞામય જીવનને જીવવાને જ તત્પર