________________
૧૭૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ પોતે આચરેલા ઉપાયનું જગતના જીવોને દર્શન કરાવ્યું. વિચાર કરો કે-શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ જે ઉપાય બતાવ્યો, તેમાં એક અંશેય અસત્યને કે શંકાસ્થાનને અવકાશ જ ક્યાંથી મળે ? આ વાતને સમજનારને એમ જ થાય ને કે તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપ્યું છે ! સર્વના કલ્યાણની ઉત્કટ ભાવદયાથી શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરનારા એ તારકો, શ્રી તીર્થંકર-નામકર્મના ઉદયે કલ્યાણનો સાચો ઉપાય બતાવીને પણ અટક્યા નહિ. એ તારકોએ શાસનની સ્થાપના કરી. શા માટે શાસનની સ્થાપના કરી ? જગતમાં પોતે અવિધમાન હોય ત્યારે પણ કલ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે તથા પોતાની વિધમાનતાના સમયમાં પણપોતે જ્યાં જ્યાં વિચરતા હોય અને પોતે જ્યાં જ્યાં ન વિચરતા હોય, ત્યાં ત્યાં પણ લ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે ! આ દેવી-તેવી પરોપકારપરાયણતા છે ? નહિ જ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આવી પરોપકારપરાયણતાનો જેને સાચો ખ્યાલ આવે, તે એ તારકોના ગુણોથી આકર્ષાઇને જેમ એ તારકોની સેવા કરવાને તલસે છે, તેમ પોતે એ તારકોના ઉપકાર નીચે કેટલો બધો આવેલો છે-એવા કૃતજ્ઞતાના ખ્યાલથી પણ એ; એ તારકોની સેવા કરવાને તલસે છે. ભાવભક્તિ અને દ્રવ્યભક્તિઃ
એવા આત્માઓને એમ પણ લાગે છે કે-મોક્ષમાર્ગના સ્થાપક ભગવાન શ્રી જિનેશ્વરદેવો પોતાના નામથી, પોતાની સ્થાપનાથી, પોતાના દ્રવ્યથી અગર પોતાના ભાવથી પણ સઘળાય ક્ષેત્રોમાં અને સઘળા કાળમાં ત્રણે જગતના જીવોને પવિત્ર કરનારા છે.