________________
સ્થાક ભા|-૨
મેળવવાને માટે સદા તલસી રહ્યા છે. જગતના જીવો દુખથી છૂટવાના અને સુખને મેળવવાના તલસાટના યોગે, જ્યારે જ્યારે એમને એમ લાગે કે- “અમુક કરીએ તો દુઃખ ટળે અને સુખ મળે' એટલે ઝટ એમ કરવાને તૈયાર થઇ જાય છે. દુઃખથી મૂકાવાના અને સુખને મેળવવાના સાધનને સેવવાને માટે, જગતના જીવો ઓછા તત્પર હોતા નથી. આથી જગતના જીવોમાં સુખની ઇચ્છા પણ ખરી અને સુખના હેતુવાળી પ્રવૃત્તિ પણ ખરી, પણ ઉણપ એક જ વાતની અને તે એ જ કે-દુ:ખથી મૂકાવાના અને સુખને મેળવવાના માર્ગનું જ્ઞાન નહિ. સુખ, એ આત્માનો ગુણ હોવા છતાં પણ, અજ્ઞાનના યોગે જગતના જીવો સુખને માટે બહારનાં સાધનોને જ શોધ્યા કરે અને સેવ્યા કરે. પુણ્યકર્મના પ્રતાપે બહારનાં સાધનોથી અંશ માત્ર અને અલ્પજીવી દુખાભાવ થાય, તેમાં તો જગતના જીવો ખૂશ ખૂશ થઇ જાય. તે વખતે એટલું પણ સમજે નહિ કે- આ આનંદ પણ ખુજલીને ખણવાથી નિપજતી શાતા જેવો છે, કે જે શાતા ક્ષણ વાર પછી ભયંકર કોટિની અશાતાને ઉત્પન્ન કરે છે. જગતના દુ:ખના આવા દ્વેષી અને સુખના આવા અર્થી જીવોને, તેમના એ દ્વેષને અને એ અર્થિપણાને પરિપૂર્ણ રીતિએ સદ્ધ કરવાનો ઉપાય, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ બતાવ્યો. એ ઉપાયને પહેલાં પોતે આચર્યો, એ ઉપાચને પહેલાં પોતે આચરીને તેના આચરણ દ્વારા નિપજતું લા પણ મેળવ્યું અને તે પછી અનુભવસિદ્ધ એવો એ ઉપાય એ તારકોએ જગતના જીવો સમક્ષ મૂક્યો. એવો તો સુન્દર એ ઉપાય કે જેનાથી એ ઉપાયને આચરનારાઓનું તો કલ્યાણ થાય જ, પણ એ ઉપાય જેઓની જાણમાં પણ આવ્યો નથી-એવા પણ જીવો. ઉપર એ ઉપાય દ્વારા ઉપકાર થયા વિના રહે જ નહિ. ભગવાને એ જોયું નહિ કે-જેમના ઉપર હું ઉપકાર કરું છું, તેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે કે નહિ ? એ તારકે તો, પોતાના ઉપર