________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૭૫ ધ્યેય હોય; અજ્ઞાનતા, મુગ્ધતા આદિને લઇને સાંસારિક ધ્યેય હોય, પણ તેનો આગ્રહ ન હોય; તો આ માન્યતા આવ્યા પૂર્વેની ધર્મભાવનાઓ અને ધર્મક્રિયાઓ પણ ગુણપ્રાપક બની શકે છે; પરંતુ આ માન્યતા આવ્યા પછીથી, આ માન્યતાની પાછળ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનો તથા એ તારકોના પરમ ઉપકારનો જે ખ્યાલ રહેલો છે-તે આવ્યા પછીથી, જીવ સામાન્ય કોટિની ગણાય તેવી પણ જે ધર્મક્રિયા કરે છે, તે એવી શુદ્ધ કોટિની હોય છે કે-એના યોગે જીવને અપૂર્વ લાભની પ્રાપ્તિ થયા વિના રહેતી જ નથી. આઠમી વિંશિકામાં શ્રી જિનપૂજાની વાત છે અને પરમ ઉપકારી પરમર્ષિઓએ જેવી ઉત્તમ રીતિએ શ્રી જિનપૂજા કરવાનું
માવ્યું છે. ખરેખર, તેવી ઉત્તમ રીતિએ જ શ્રી જિનપૂજા કરવી જોઇએ-એવું હૈયામાં ઉગે અનેતેવા પ્રકારે શ્રી જિનપૂજા કરવાનો ઉલ્લાસ પ્રગટે, એ હેતુથી જ અહીં આપણે આ આસ્તિકયલક્ષણની વાત લીધી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જે સાચા રૂપમાં પિછાને, તેને એ તારકોની ભક્તિ ક્રવાનું મન થાય જઃ
સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને લાગે છે કે- “હું ગાઢ અન્ધકારમાંથી પરિપૂર્ણ પ્રકાશમાં મુકાઇ ગયો અને એ પ્રતાપ એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો જ છે. મને અન્ધકારમાંથી પ્રકાશમાં લાવવાની મહેનત બીજા જે કોઇએ પણ કરી છે, તે સર્વ પણ મારા ઉપકારી છે; પરન્તુ બીજાઓની એ મહેનત પણ ભગવાના શ્રી જિનેશ્વરદેવોને જ આભારી છે.” આ સંસારમાં ઉણપ માત્ર એક જ વસ્તુની હતી અને તે ઉણપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પૂરી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જો એ ઉણપ પૂરી ન હોત, તો શું થાત ? -એ કલ્પના પણ કમ્પ ઉપજાવે એવી છે. જગતના જીવો. દુખથી એવા ત્રાસેલા છે કે-તેઓ દુઃખથી છૂટવાને માટે અનેસુખને