________________
૧૭૨
ચોદ મણસ્થાન ભાગ-૨ ઉ. આધ્યાત્મિકશાસ્ત્રનો આધાર આધ્યાત્મિક દ્રષ્ટિ છે પણ લૌકિક દ્રષ્ટિ નથી, એ પૂર્વે કહી આવ્યા છીએ. પ્રથમ પદ - “આત્મા છે.”
જેમ ઘટપટાદિ છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ :- “આત્મા નિત્ય છે.”
ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે, આત્મા. ત્રિકાળવર્તિ છે, ઘટપટાદિ “સંયોગે કરી’ પદાર્થ છે, તેમજ આત્મા “સ્વભાવે કરીને' પદાર્થ છે : કેમકે-તેની ઉત્પત્તિ માટે કોઇ પણ સંયોગો અનુભવયોગ્ય થતાં નથી. કોઇ પણસંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન્ન છે. અસંયોગિ. હોવાથી અવિનાશી છે, કેમકે-જેની કોઇ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઇને વિષે લય પણ હોય નહિ. ત્રીજું પદ :- “આત્મા ક્ત છે”
| સર્વ પદાર્થ અર્થક્રિયા- સંપન્ન છે. કંઇ ને કંઇ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિનેશ્વરદેવે ભાખ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ “નિજ સ્વરૂપનો કર્તા છે.” -અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી “આત્મા કર્મનો કર્તા છે' ઉપચારથી “ઘરનગર આદિનો કર્તા છે.”