________________
_
_
_ _
_
_
_
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૭૧ આધ્યાત્મિકશાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્ય-અસમ્યગુ જ્ઞાનનો વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંઆ જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન એ દ્રષ્ટિ મુખ્ય છે. એવો પણ સંભવ છે કે-સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વની જીવને કોઇ વાર કોઇક વિષયમાં શંકા થાય, ભ્રમણા થાય, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગવેષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાનું યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરૂષના આશ્રયથી પોતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મુખ્યતયા વાસનાના પોષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યક્ત્વ વિનાના જીવનો સ્વભાવ એનાથી ઉલટો હોય છે. સામગ્રીની પૂર્ણતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પોતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કોઇ વિશેષદર્શીના વિચારોને પણ તુચ્છ સમજે છે અને પોતાના જ્ઞાનનો ઉપયોગ આત્માની પ્રગતિમાં ન કરતાં સીધી કે આડકતરી રીતે સાંસારિક મહત્વાકાંક્ષામાં જ કરે છે.
પ્ર. એવો સંભવ નથી શું કે-સમ્યદ્રષ્ટિ આત્મા પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાદ્રષ્ટિ નથી ચલાવતો ? એ પણ સંભવ શું નથી કે સમ્યદ્રષ્ટિને સંશય-ભ્રમરૂપ મિથ્યાજ્ઞાના બીલકુલ હોતું નથી ને મિથ્યાદ્રષ્ટિને હોય જ છે ? એવો પણ નિશ્ચય શું નથી કે-ઇંદ્રિય આદિ સાધન સખ્યદ્રષ્ટિને પૂર્ણ તથા નિર્દોષ હોય છે ને મિથ્યાદ્રષ્ટિને અપૂર્ણ તથા દુષ્ટ હોય છે ? એવું પણ કોણ કહી શકે છે કે-વિજ્ઞાન સાહિત્ય આદિ પર અપૂર્વ પ્રકાશ કરનારા અને તેનો યથાર્થ નિર્ણય કરવાવાળા સૌ સમ્યગ્દષ્ટિ છે ? એ કારણે પ્રસ્ન થાય છે કે-અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન-અજ્ઞાન સંબંધી સંકેતનો આધાર શું છે ?