________________
ચૌદ ગુણસ્થાનE ભાગ-૨
૧૬૯ આદિ દોષોનો ઉપશમ એજ “પ્રશમ' (૨) સાંસારિક બંધનોનો ભય એ “સંવેગ' (૩) વિષયોમાં આસક્તિ ઓછી થવી તે “નિર્વેદ' (૪) દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઇચ્છા તે “અનુકંપા” અને (૫) આત્મા આદિ પરોક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર એ “આસ્તિક્ય' છે. હેતભેદ -
સમ્યગ્દર્શનને યોગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ કોઇ આત્માને એના આવિર્ભાવા (પ્રગટ થવું) માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કોઇને રહેતી નથી. આ પ્રસિદ્ધ છે કે કોઇ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્મ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારણોની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા-અનપેક્ષાને લઇને સમ્યગદર્શનના “નિસર્ગ સમ્યગુદર્શન’ અને ‘અધિગમ સમ્યગદર્શન' એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કોઇ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, કોઇ ગુરૂનો ઉપદેશ સાંભળી, કોઇ શાસ્ત્રો ભણીને અને કોઇ સત્સંગ વિગેરે નિમિત્તોથી પરિણામની નિર્મળતા થતાં સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિક્રમ :
અનાદિકાળના સંસાર પ્રવાહમાં તરેહ તરેહના દુઃખોનો અનુભવ કરતાં કરતાં યોગ્ય આત્મામાં કોઇ વાર એવી પરિણામશુદ્ધિ થઇ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને “અપૂર્તકરણ' કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા