________________
૧૬૮
ચૌદ વણસ્થાન ભાગ-૨ નિશ્ચય કરવાની રૂચિ તે “સમ્યગ્દર્શન' છે. એ ભગવન ઉમાસ્વાતિ મહારાજનું વચન છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો -
તે સમ્યગ્દર્શન નિસર્ગથી એટલે પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
જગતના પદાર્થો યથાર્થ રૂપથી જાણવાની રૂચિ સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારના અભિલાષોથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કોઇ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગ્દર્શન નથી, કેમકે-એનું પરિણામ મોક્ષપ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રૂચિ થાય છે તે “સમ્યગ્દર્શન' છે. .
નિશ્ચય અને વ્યવહારિક દ્રષ્ટિથી - પૃથક્કરણ આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થએલ એક પ્રકારનો આત્માનો પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ' છે. તે ય માત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રૂચિ રૂપ છે અને રૂચિના બળથી ઉન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યકત્વ' છે. સખ્યત્ત્વના લિંગો :
સમ્યગદર્શનની પ્રતીતિ કરાવે એવા પાંચ લિંગ માનવામાં આવે છે. તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસાર પર કંટાળો), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા), અને આસ્તિક્ય (આસ્થા). પાંચ લિંગોની ટૂંકી વ્યાખ્યા -
(૧) તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ