________________
૧૬૧
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ હૈયાનું દુઃખ એ તમને જણાવા દે નહિ અથવા તો તમે એના હૈયામાં રહેલા દુ:ખને જાણી શકો નહિ, એટલા માત્રથી તમે એને દંભી માની લેશો ? આ વાત પ્રમાણિક ને આબરૂદાર વેપારીની છે. જેને આબરૂની કિંમત બધાથી વધુ હોય અને આબરૂ ન જાય તેની ચિન્તા હોય, એવા વેપારીની આ વાત છે. આજના મોટા ભાગના વ્યાપારિઓના જેવા વેપારીની આ વાત નથી. પારકો પૈસો દેવાની જિને ચિન્તા નથી, એવાની આ વાત નથી. “અપાશે તો ઠીક છે, નહિ તો બુધવારિયા કોર્ટમાં જઇશું.” -એવી ગાંઠ મનમાં વાળી બેઠેલા વેપારીની આ વાત નથી. તમે સમજી ગયા ને કે-નફ્ટની તો આ વાત જ નથી ? જેને કોઇ પણ હિસાબે કોઇનુંય ધન પોતાથી ન ડૂબે એની અને આબરૂની ચિન્તા છે, એવા વેપારીની વાત છે. તમે એમ માનશો કે-એ દંભી છે ? ચોથું અને પાંચમું ગુણઠાણું ગૃહસ્થ માટે છે. સગ્દર્શનને નહિ પામેલા પણ માર્ગાનુસારી આત્માઓને પણ જ્યારે જ્યારે પોતાને અણછાજતું કરવું પડે,ત્યારે ત્યારે તેથી તેમનું મન દુભાતું હોય છે; તો પછી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને કોઇ પણ પાપ આચરવું એ ગમે, એ બનવાજોગ છે ? અને, પાપ આચરવું નહિ ગમતું હોવા છતાં પણ જે પાપ આચરે, તે દંભી છે ? તમે અસત્ય બોલો, તો તે તમે લહેરથી બોલો છો, એમ માનવું ? તમે વિષયસેવન કરો, તો તે તમે લહેરથી કરો છો, એમ માનવું ? અસત્ય બોલવું તમને ગમતું ન હોય, વિષયસેવન કરવું તમને ગમતું ન હોય, એવું બને જ નહિ ? એટલા માટે જ, આબરૂના ખપી પ્રમાણિક વેપારીનો દાખલો મૂક્યો. એ એવો કે-એને ઘરે બીજા બળાત્કારે પૈસા મૂકી ગયા હોય, તેનાય પૈસા ડૂબે નહિ એની એને ચિન્તા હોય. આજે વેપારી વર્ગે આબરૂ ગુમાવી છે, એટલે જ ઓળખીતી નહિ એવી બેન્કમાં ધૂમ નાણું આવે છે અને વેપારી સુપ્રસિદ્ધ હોય છતાં એને માગ્યું નાણું મળતું નથી. તમે પૂછશો કે- “આબરૂદાર અને પ્રમાણિક