________________
૧૬૪
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પડશે. આ પ્રકારનું પાપના અણગમાને લઇને પેદા થતું દુઃખ પ્રગટ્યા વિના સમ્યક્ત્વ આવવાનું નથી. પાપનો ડર પેદા થયા વિના સમ્યક્ત્વ આવે ? ન જ આવે ને ? ત્યારે, સમ્યગ્દષ્ટિને પાપનો ડર ન હોય, એ બને ખરું? ફરજ તો સાધુ થઇને મોક્ષ સાધવાની
અનન્તજ્ઞાનિઓએ જેને જેને ખરાબ કહ્યું છે એ બધુ ખરાબ જ લાગવું અને તે આચરવું પડતું હોય તોપણ એને છોડવાનું મન સદા બન્યું રહેવું, એ સહેલું છે ? સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાએ જેમાં જેમાં સુખ માન્યું છે, તેમાં તેમાં દુ:ખ જુએ છે. દુનિયા જેને સારૂં માને છે, તેને એ જીવ ખરાબ માને છે. દુનિયા જેને સુખની લાલચને આધીન બનીને ભોગવવામાં ગાંડી બને છે, તેને આ. ભોગવે છે તો તેને તત્કાલિન દુઃખનું શમન કરવાના ઉપાય તરીકે ભોગવે છે અને તેય પાપ રૂપ છે એમ માનીને ભોગવે છે. આવા ઉત્તમ જીવને નરકગતિમાં શી તાકાત કે ખેંચી શકે ?તમે સંસારમાં બેઠા છો અને ભોગાદિ ભોગવો છો, પણ એનું તમારે મન સુખ છે કે દુઃખ છે ?
સ, સુખેય ન લાગે અને દુ:ખેય ન લાગે, પણ જ સમજીને કરીએ તો ?
આમાં વળી જ શાની આવી ? તમે હાથે કરીને ભૂતાવળ ઉભી કરી છે કે તમારૂ મન નહિ છતાં આવીને વળગી છે ? એમ કહો કે-એવા સંયોગોમાં બેઠા છીએ કે જેથી થોડીક ચિન્તા કરવી પડે છે, પણ મન તો બધા સંગથી છૂટી જવાનું છે. ખરી જ તો મનુષ્યપણું પામીને સાધુપણું પામવાની છે અને સાધુપણાને પામીને ઝટ મોક્ષે પહોંચી જવાની છે. એ જ સૂજતી નથી અને તમે જે સંસાર ખેડવાનું પાપ કરો છો, તેથી પાપના આચરણને જમાં ખેંચી જવું છે ? આપણા રાગ-દ્વેષ આપણી પાસે વિષય-ભોગાદિ