________________
૧૦૬
ર્વાદ ||સ્થાન ભાગ-૨ ગુણસ્થાનકને પામેલા હોય, તે વધારે ભાગ્યશાલી છે; પરન્તુ તમારામાંના જે કોઇ ચોથા અગર પાંચમાં ગુણસ્થાનકને પામેલા નથી, તેઓ પણ ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છે. તમારા બધામાંનો એક પણ જીવ એવો નથી, કે જે જીવને માટે “એ જીવા ગ્રન્થિદેશે પણ આવેલો નથી.” -એમ કહી શકાય. ત્યારે, એ પણ ભાગ્યશાલિતા છે. કયી રીતિએ ? એક તો એ કે-તમારામાંના કોઇનું પણ કોઇ પણ ર્ક્સ એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું નથી; એટલે, આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની એથી જે અધિક સ્થિતિ, તે તો નિયમા ક્ષીણ થઇ જવા પામેલી છે. બીજી ભાગ્યશાલિતા એ છે કે-જેમ કર્મસ્થિતિ લઘુ થઇ જવા પામેલી છે, તેમ જે નવાં કર્મોનો સંચય થાય છે, તે કર્મો પણ એક કોટાકોટિ સાગરોપમની કે એથી અધિક સ્થિતિનાં હોતાં જ નથી, પણ એથી ઓછી સ્થિતિનાં જ હોય છે. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે-તમને બધાને એટલી કષાયમન્દતા પણ થવા પામેલી છે; અને, એ ત્રીજી ભાગ્યશાલિતા છે. પહેલા ગુણસ્થાનકે રહેલા સર્વ જીવોને કષાયો અનન્તાનુબંધીની કોટિના જ હોય, પરંતુ એમાં પણ તીવ્રતાની અને મદતાની તરતમતા તો હોય જ. જો અનન્તાનુબંધી એવા પણ કષાયો મન્દપણાને પામેલા ન હોય, તો નવાં સંચિત થતાં જ્ઞાનાવરણીય આદિ કર્મો લઘુ સ્થિતિવાળાં હોવાનું બને જ શી રીતિએ ? કર્મોનો જે સ્થિતિબંધ અને રસબંધ, તે થવામાં કષાયોનો યોગ પ્રાધાન્ય ભોગવે છે. એટલે, તમે શ્રી જિનશાસને ઉપદેશેલા મૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ અમુક અંશે જે આચરણા કરી શકો છો, એથી એમ સિદ્ધ થાય છે કે-એક કોટાકોટિ સાગરોપમથી પણ કાંઇક ન્યૂન એવી જેસ્થિતિ, તેથી અધિક સ્થિતિવાળું કોઇ જ કર્મ તમે ઉપાર્જતા નથી; અને એથી, એમેય સિદ્ધ થાય છે કેતમારા કષાયો પણ એટલી મદતાને અવશ્ય પામેલા છે. આ બધો